Fact Check : ખેડૂતો સાવધાન! ટ્રેક્ટર ખરીદવા પર 50 ટકા સબસિડીના સમાચાર ખોટા? જાણો સત્ય

કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ટ્રેક્ટર ખરીદવા પર આશરે 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે : વાયરલ સમાચાર

સરકાર તરફથી આવી કોઈ યોજના હેઠળ સબસિડી આપવામાં આવતી નથી: PIB

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
Fact Check : ખેડૂતો સાવધાન! ટ્રેક્ટર ખરીદવા પર 50 ટકા સબસિડીના સમાચાર ખોટા? જાણો સત્ય 1 - image
Image Envato 

Tractor Subsidy Scheme: દેશભરમાં ખેડુતો માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં કેટલીક યોજનામાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોય છે, તો કેટલાકમાં સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જેના કારણે ખેડુતોને મોટી મદદ મળી રહે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને ટ્રેકટર ખરીદવા માટે સબસિડી આપવાની વ્યવસ્થા છે, જેમાં સરકાર ગરીબ ખેડુતોને મદદ કરે છે. ટ્રેકટર યોજનાથી લઈને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમા કહેવામાં આવી રહ્યું છે કે,પીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ ખેડુતોને ભારે સબસિડી આપવામાં આવી રહી છે. 

સોશિયલ મીડિયા પર શું દાવો કરવામાં આવ્યો છે

સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા વાયરલ થયેલા સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન ટ્રેકટર યોજના ચલાવવામાં આવી રહી છે, આ યોજના હેઠળ ખેડુતોને ટ્રેકટર ખરીદવા માટે મદદ કરવામાં આવી રહી છે. દેશના ગરીબ ખેડુતોને ટ્રેકટર ખરીદવા માટે આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આશરે 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી સીધી તમારા ખાતામાં જમા થશે. 

શું છે આ યોજનાનું સત્ય

આ યોજના વિશે સાચી હકીકત વિશે વાત કરવામાં આવે તો આ સમગ્ર વાત ખોટી છે, દેશભરમા ખેડુતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ સંદર્ભે ચેતવણી આપવામાં આવી છે, જેમા જણાવવામાં આવ્યું છે, કે સરકાર તરફથી આવી કોઈ યોજના હેઠળ સબસિડી આપવામાં આવતી નથી. પીએમ કિસાન ટ્રેકટર યોજના સાથે જોડાયેલા આ તમામ સમાચાર ખોટા છે. જેમાં તમામ ખેડુતોને એવી કોઈ વેબસાઈટ અથવા લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવી છે. 



Google NewsGoogle News