ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો, કાલે સવારે દિલ્હી તરફ કૂચ કરશે

સરકાર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી : ખેડૂત સંગઠનોનો દાવો

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો, કાલે સવારે દિલ્હી તરફ કૂચ કરશે 1 - image
Image : IANS

Farmers Protest: મસૂર, અડદ, તુવેર, મકાઈ અને કપાસના પાક માટે કરારની શરતે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી આપવાની કેન્દ્ર સરકારની દરખાસ્તને ખેડૂતોએ ફગાવી દીધી છે. ખેડૂત નેતા સરવનસિંહ પંધેરે કહ્યું કે તેઓ સરકાર સાથે વાતચીત ચાલુ રાખશે. 21મી ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે દિલ્હી કૂચ કરશે.

ખેડૂતો પોતાની માંગણીઓએ લઈને આંદોલન કરી રહ્યા છે

પંજાબના ખેડૂતો તેમની માંગણીઓને લઈને શંભુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોની માંગણીઓના ઉકેલ માટે ખેડૂત સંગઠનો સાથે ચાર બેઠકો કરી છે, પરંતુ આ મુદ્દે મડાગાંઠ હજુ પણ યથાવત છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તને ખેડૂતોએ ફગાવી દીધી છે. ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંગઠનોનો દાવો છે કે સરકાર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે અન્ય પાકોને ગેરંટી MSPના દાયરાની બહાર રાખવા યોગ્ય નથી. સરકાર જે નાણાકીય ભારણનો દાવો કરે છે તે યોગ્ય નથી.

 કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધીમાં ચાર બેઠકો થઈ

ભારતીય કિસાન યુનિયન દ્વારા 21મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક ખેડૂત આગેવાનોએ પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ આજે ગામડે-ગામડે જઈને ખેડૂતોને અપીલ કરશે. તેમનો દાવો છે કે હજારો ખેડૂતો પાણીપત જિલ્લામાંથી દિલ્હી તરફ કૂચ કરશે. ઉલ્લેખનીય છે કે એમએસપીની ગેરંટી પર કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધીમાં ચંદીગઢમાં ચાર બેઠકો થઈ છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આ બેઠકમાં ત્રણ વખત હાજરી આપી ચૂક્યા છે.

ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો, કાલે સવારે દિલ્હી તરફ કૂચ કરશે 2 - image


Google NewsGoogle News