Get The App

16 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચ, 18એ રેલ રોકો અભિયાન, પ્રદર્શનકારી ખેડૂતોનો નવો પ્લાન તૈયાર

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
16 ડિસેમ્બરે ટ્રેક્ટર માર્ચ, 18એ રેલ રોકો અભિયાન, પ્રદર્શનકારી ખેડૂતોનો નવો પ્લાન તૈયાર 1 - image


Farmers Protest: શંભૂ બોર્ડરથી ત્રણ વખત દિલ્હી કૂચ નિષ્ફળ થયા બાદ હવે ખેડૂત નેતાઓએ નવી રણનીતિ બનાવી છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, હવે 16 ડિસેમ્બરે તેમની ટ્રેક્ટર માર્ચ યોજાશે. આ દરમિયાન પંજાબ છોડીને સમગ્ર દેશમાં ટ્રેક્ટર માર્ચ યોજશે. 18 ડિસેમ્બર બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રેલવે સંપૂર્ણ રીતે રોકવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, આગામી જૂથ જ્યારે પણ દિલ્હી માટે કૂચ કરશે, તેમાં હરિયાણાના ખેડૂતો અને મહિલાઓ પણ હશે.

પંઢેરે કહ્યું કે, અમે સૌને વિભાગોને અપીલ કરે છે કે ઉઠો, 3 કરોડ પંજાબીઓને ચેલેન્જ છે કે દરેક જગ્યાએ રેલવેને જામ કરવાની છે. ટ્રેનો જ્યાં રોકવાની છે, ત્યાં પ્લેટફોર્મ અને રેલવે ફાટક છે. આપણા દેશમાં 50 ટકા લોકો ખેતી અને ખેતી સાથે સંકળાયેલા છે, અવાજ દબાવી ન શકાય.

આ પણ વાંચો: ફરી એકવાર નૂંહ ભડક્યું! બે જૂથ વચ્ચે પથ્થરમારો, મહિલાને જીવતી સળગાવી દેવાઈ, પોલીસ ફોર્સ તૈનાત

સંયુક્ત કિસાન મોર્ચાના સંયોજક આપણા ખેડૂત જગજીત સિંહ ખનૌરી બોર્ડર પર આમરણ અનશન પર બેઠા છે. તેમની બગડતી તબિયત સૌની સામે છે. તેમની માગો પૂર્ણ થવા સુધી આંદોલન શરૂ રહેશે.

'રાહુલ ગાંધી સંસદમાં શા માટે નથી ઉઠાવી રહ્યા ખેડૂતોના મુદ્દા'

ખેડૂત નેતાએ કહ્યું કે, વિપક્ષને માત્ર નિવેદન આપીને પોતાના ભૂમિકાથી ન ભાગવું જોઈએ. તેમણે ખેડૂતોની માગોને પૂર્ણ કરવાના એજન્ડા પર પ્રકાશ પાડવો જોઈએ. તેમને અટકવું જોઈએ, તેઓ અન્ય મુદ્દાઓ પર સંસદને ઠપ કરી રહ્યા છે, એવી જ રીતે રાહુલ ગાંધી અમારા મુદ્દાને સંસદમાં નથી ઉઠાવી રહ્યા, જેવું અમને આશ્વાસન આપ્યું હતું. જ્યારે સંસદમાં બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા ચાલી રહી છે, તો સંસદમાં કોઈ પણ ખેડૂતો માટે અવાજ નથી ઉઠી રહ્યા.

આ પણ વાંચો: 'શંભુ બોર્ડરને પાકિસ્તાન બોર્ડર જેવી બનાવી દીધી': ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવા પર ભડક્યા બજરંગ પૂનિયા

તેમણે કહ્યું કે, અમે જાણવા ઈચ્છીએ કે અમારો વિરોધ પર કયું બંધારણ લાગૂ થાય છે. 101 ખેડૂતોનું જૂથ દેશની કાયદો-વ્યવસ્થા માટે ખતરો કેવી રીતે બની શકે છે. ખેડૂતોના મુદ્દા પર સંસદમાં કોઈ ચર્ચા નથી થઈ રહી. અમારો અવાજ સમગ્ર દેશમાં જઈ રહ્યો છે, પરંતુ સરકારના કાન સુધી નહીં. તેમણે આરોપ લગાવ્યા કે સરકાર સત્તાના નશામાં ચૂર છે.


Google NewsGoogle News