Get The App

ખેડૂત આંદોલનને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, પ્રદર્શનકારીઓને હાઈવેથી હટાવવાની માગ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
ખેડૂત આંદોલનને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, પ્રદર્શનકારીઓને હાઈવેથી હટાવવાની માગ 1 - image


Farmers Protest: શંભુ બોર્ડર પર ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચ સ્થગિત કરી દીધી છે. ત્યારે ખેડૂત આંદોલનના મામલે આવતીકાલે એટલે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જોકે, સુપ્રીમ કોર્ટમાં પહેલા એક અરજી દાખલ કરવામાં આવી હતી, તેમાં શંભુ બોર્ડર સહિત તમામ હાઈવેને ખોલવાના નિર્દેશ કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને આપવાની માગ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટ આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારે હાઈવે પર અતિક્રમણ કરવું તે લોકોના મૌલિક અધિકારો વિરૂદ્ધ છે. સાથે જ આ નેશનલ હાઈવે એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ પણ ગુનો છે. તેવામાં હાઈવેને રોકનારા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને પ્રદર્શનકારી ખેડૂતોને હાઈવેથી હટાવવાના આદેશ આપે.

આ પણ વાંચો: દિલ્હી કૂચ પર ફરી લાગી બ્રેક! અનેક ખેડૂતો થયાં ઘાયલ, હવે ઘડાશે નવી વ્યૂહનીતિ

શંભુ બોર્ડરથી ખેડૂતોને હટાવવાના મામલે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે. અરજીમાં એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે કે આંદોલનકારી ખેડૂતો દ્વારા તમામ રાષ્ટ્રીય રાજમાર્ગ અને રેલવે ટ્રેક બાધિત ન કરવામાં આવે અને રાજ્ય-કેન્દ્રને સામાન્ય જનતા માટે સુગમ માર્ગ સુનિશ્ચિત કરવો જોઈએ.

જણાવી દઈએ કે, શંભુ બોર્ડરથી 101 ખેડૂતોનો જત્થાને દિલ્હી કૂચ કરવાના ઈરાદાથી આગળ વધ્યો, પરંતુ હરિયાણાના સુરક્ષાકર્મીઓ દ્વારા આંસૂ ગેસના ગોળા છોડ્યા બાદ પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હી માટે પગપાળા માર્ચ સ્થગિત કરી દીધી. 

આ પણ વાંચો: ખેડૂત આંદોલનમાં પોલીસનો ગજબનો અંદાજ, પહેલા ફૂલો વરસાવ્યા પછી ઝીંક્યા અશ્રુ ગેસના સેલ


Google NewsGoogle News