કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ, આજે ખેડૂતોનું 'ભારત બંધ', અન્નદાતાઓએ કમર કસી!

દેશના તમામ ખેડૂત સંગઠનો ભારત બંધમાં પંજાબના ખેડૂતો સાથે જોડાશે

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ, આજે ખેડૂતોનું 'ભારત બંધ', અન્નદાતાઓએ કમર કસી! 1 - image

image: IANS



Farmer Protest on MSP | એક તરફ પંજાબના ખેડૂતો છે, જેઓ દિલ્હી તરફ કૂચ કરવા પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો સાથે બાથ ભીડી રહ્યા છે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચા 16 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે ભારત બંધ પાળવા જઈ રહ્યો છે. 

દેશના તમામ ખેડૂતો આજે ભારત બંધને કરશે ટેકો!

દેશના તમામ ખેડૂત સંગઠનો ભારત બંધમાં પંજાબના ખેડૂતો સાથે જોડાશે. આવી સ્થિતિમાં પંજાબથી લઈને હરિયાણા, દિલ્હીથી લઈને યુપી સુધી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ ગઈ હતી. દિલ્હીની તમામ સરહદો પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 

ખેડૂત સંગઠનોને શાંતિપૂર્ણ રીતે દેખાવ કરવા અપીલ 

ખેડૂત સંગઠનોને પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.13 ફેબ્રુઆરીએ પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી અને 3 દિવસ સુધી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોએ ખેડૂતોને પંજાબ અને હરિયાણા બોર્ડર પર એક મીટર પણ આગળ વધવા દીધા નથી, પરંતુ હવે 16 ફેબ્રુઆરી એટલે કે તે તારીખ છે જેમાં માત્ર પંજાબના ખેડૂતો જ નહીં પરંતુ દેશભરના ખેડૂત સંગઠનો પોતાની માંગણીઓ સાથે સરકાર સામે એક સાથે ઉભા રહેશે.

સૈનિકોએ સિંઘુ બોર્ડર પર રિહર્સલ શરૂ

ખેડૂતોની એમએસપીની ગેરંટી સહિત કુલ 13 માંગણીઓ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર પોતાનું વચન પૂરું કરી રહી નથી અને તેના માટે હવે દેશભરના ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ભારત બંધ પાળી રહ્યા છે. પંજાબ અને હરિયાણા બોર્ડર પર તંગ વાતાવરણને જોતા 16 ફેબ્રુઆરીએ ભારત બંધ માટે મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અર્ધલશ્કરી દળ અને દિલ્હી પોલીસના જવાનોએ દિલ્હીની સિંઘુ બોર્ડર પર રિહર્સલ શરૂ કરી દીધું છે.

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ, આજે ખેડૂતોનું 'ભારત બંધ', અન્નદાતાઓએ કમર કસી! 2 - image


Google NewsGoogle News