6 મહિના સુધી હડતાલ પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરશો તો ધરપકડ : ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય

કર્મચારી હડતાલ કે પ્રદર્શન કરશે તો તેની વોરંટ વગર ધરપકડ કરાશે, સરકારનું નોટિફિકેશન

રાજ્ય સરકારે અગાઉ 2023માં છ મહિના માટે હડતાલ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
6 મહિના સુધી હડતાલ પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરશો તો ધરપકડ : ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય 1 - image


Uttar Pradesh Government Ban Strikes : પંજાબ અને હરિયાણાના ખેડૂતોના આંદોલન (Farmer Protest) વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં છ મહિના માટે હડતાલ પર પ્રતિબંધ લગાવ્યો છે અને ઉલ્લંઘન કરનારની વોરંટ વગર ધરપકડ કરવાની પણ જાહેરાત કરી છે. આ નિયમ રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિભાગો, કોર્પોરેશનો અને ઓથોરિટી પર લાગુ થશે.

ઉત્તર પ્રદેશમાં એસ્મા એક્ટ લાગુ

અધિક મુખ્ય સચિવ કર્મિશ ડૉ.દેવેશ ચતુર્વેદીએ નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં જણાવાયું છે કે, એસ્મા એક્ટ (આવશ્યક સેવાઓ વ્યવસ્થાપન અધિનિયમ) લગાવ્યા બાદ કોઈપણ કર્મચારી હડતાલ અથવા વિરોધ પ્રદર્શન કરશે તો તેની વોરંટ વગર ધરપકડ કરવામાં આવશે. 

અગાઉ 2023માં પ્રતિબંધ લગાવાયો હતો

ઉલ્લેખનિય છે કે, ઉત્તર પ્રદેશ સરકારે અગાઉ પણ આવા નિર્ણયો કર્યા હતા. રાજ્ય સરકારે અગાઉ 2023માં છ મહિના માટે હડતાલ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તે સમયે વીજળી વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યા હતા, જેના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) છ મહિના સુધી હડતાલ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

આસ્મા એક્ટની ખાસીયત

જ્યારે પણ કોઈપણ સરકારી કર્મચારીઓ હડતાલ પર જાય છે, ત્યારે તેમને અટકાવવા આ એક્ટ (Essential Services Management Act)નો ઉપયોગ કરવામાં આવે છે. આ એક્ટ હેઠળ છ મહિના સુધી પ્રતિબંધ લાદી શકાય છે.


Google NewsGoogle News