ડલ્લેવાલની હાલત નાજુક: 27 દિવસથી અનશન પર ખેડૂત નેતા, ડોક્ટરે કર્યો મોટો ખુલાસો, SCમાં આપ્યો ખોટો રિપોર્ટ
Farmer Protest News : ખનૌરી બોર્ડર પર ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની કાયદાકીય ગેરેંટીની માગ સાથે આમરણ ભૂખ હડતાળ પર બેઠેલા સંયુક્ત કિસાન મોર્ચા (બિન રાજકિય) ના નેતા જગજીત સિંહ ડલ્લેવાલની તબિયત લથડી છે. આજે (22 ડિસેમ્બર) તેમની ભૂખ હડતાળને 27 દિવસ પૂરા થયા છે. હાલ તેમની સાર સંભાળ કિસાન મોર્ચા તરફથી તૈનાત ડોક્ટરની ટીમ કરી રહી છે. આ ઉપરાંત તેમના ડોક્ટરે ખુલાસો કર્યો હતો કે, પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં કોટી રિપોર્ટ રજૂ કરી છે.
તબિયત સતત બગડતી જઇ રહી છે
ડોક્ટરોના જણાવ્યાનુસાર, ડલ્લેવાલની તબિયત સતત બગડતી જ જઇ રહી છે. એક ડોક્ટરે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકાર તરફથી ખોટી રિપોર્ટ રજૂ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ડલ્લેવાલને સ્વસ્થ બતાવવામાં આવ્યા છે. જોકે, કોઇ બાળક પણ જોઇ સમજી જશે કે જે વ્યક્તિ પાછલા 27 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા છે, તે કઇ રીતે સ્વસ્થ હોઇ શકે છે. ડલ્લેવાલની બ્લડ રિપોર્ટ્સ પણ સમાન્ય બતાવવામાં આવી છે.'
આ પણ વાંચોઃ ભાજપે કેજરીવાલની પોલ ખોલી ! દાવા સાથે જૂનો VIDEO શેર કરી કહ્યું, ‘AAP અમારી યોજનાઓ...’
પંજાબ તેના એક મોટા ખેડૂત નેતાને ગુમાવી દેશે
ડોક્ટરે વધુમાં જણાવ્યું કે, 'ડલ્લેવાલની સ્થિતિ એટલી ગંભીર છે કે, તેઓ પોતે ઉભા પણ નહીં થઇ શકતા, તેમને યૂરિન પણ પથારીમાં જ કરાવવામાં આવી રહ્યું છે. સતત ભૂખ્યા રહેવાથી તેમનો બ્લડ પ્રેશર તેમજ તેમના હૃદયના ધબકારા સતત વધી તેમજ ઘટી રહ્યા છે. ભૂખ હડતાળની ખરાબ અસર તેમની કિડની તેમજ લિવપ પણ પડી છે. રાજકારણ તેની જગ્યાએ હોવું જોઇએ, પરંતુ તેના કારણે તમે કોઇના જીવ સાથે ના રમી શકો. સરકારે સ્થિતિ સમજવી જોઇએ, નહીંતર પંજાબ તેના એક મોટા ખેડૂત નેતાને ગુમાવી દેશે. ડલ્લેવાલ અગાઉથી જ કેન્સર પીડિત છે અને હડતાળના લીધે તેમના વજનમાં પણ ભારે ઘટાડો થયો છે.'
ખેડૂતોએ અપીલ કરી
આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂતો અને મજૂરોને એક મંચ પર એકઠા થવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 'ખેતીના પ્રશ્નો ઉકેલવા માટે એક થવું જરૂરી છે.' રવિવારે ખેડૂતોએ ફરી એકવાર ખનૌરી બોર્ડર પરથી કેન્દ્ર સરકારને તેમની માંગણીઓ જલ્દી પૂરી કરવાની અપીલ કરી હતી.