ખેડૂતોએ કેન્દ્ર સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ, મીટિંગ કરો નહીંતર ફરી કરીશું દિલ્હી કૂચ
Farmer Protest: પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ઊભા ખેડૂતો હવે રવિવારે દિલ્હી કૂચનો પ્રયાસ કરશે. આ એલાન ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કર્યુ છે. તેઓએ કહ્યું કે, પહેલાં કેન્દ્ર અને રાજ્ય મંત્રી કહેતા હતાં કે, ખેડૂત ટ્રેક્ટર પર આવે છે, પરંતુ હવે તો અમે પગપાળા આવી રહ્યા છીએ. જે પ્રકારે અમારી પર હુમલો કરવામાં આવી રહ્યો છે, તે અમારી નૈતિક જીત છે. અમે વડાપ્રધાન મોદીને પૂછવા ઇચ્છીએ છીએ કે, અમારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે? અમે વાતચીત માટે તૈયાર છીએ, પહેલાં પણ તૈયાર હતાં. અમે કેન્દ્રના કૃષિ મંત્રી સાથે વાતચીત કરવા ઇચ્છીએ છીએ. હવે શનિવારે ખેડૂતોનું સમૂહ આગળ નહીં વધે, હવે રવિવારે કૂચ કરીશું.
હરિયાણા પોલીસ સાથે અથડામણ બાદ KKM અને SKMની પ્રેસ કોન્ફરન્સ થઈ. આ દરમિયાન સરવન સિંહ પંઢેરે કહ્યું કે, પોલીસ સાથે અથડામણમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ભારત સરકારે અમને રોકવા માટે બળ પ્રયોગ કર્યો, અમે નિઃશસ્ત્ર હતા. અમે શિસ્તબદ્ધ 101 લોકોનું પોતાનું પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. અમને જાણ હતી કે, અમે બેરિકેડિંગ અને વ્યવસ્થાઓને પાર નહીં કરી શકીએ. તેમ છતાં અમે અમારી માર્ચ શરુ કરી. અમે વડાપ્રધાન મોદીને પૂછવા ઇચ્છીએ છીએ કે, અમારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે?
રવિવારે બપોરે 12 વાગ્યે કરીશું દિલ્હી કૂચ
ખેડૂત નેતાએ કહ્યું કે, જ્યારે ભારતીય, વિદેશી તાકત પાસેથી અનાજ માટે ભીખ માગતા હતાં, ત્યારે અમે સખત મહેનત કરી અને ભારતને અનાજ લાયક બનાવ્યું. આ અમારી નૈતિક જીત છે. અમે વાતચીતથી ભાગનાર લોકોમાંથી નથી. અમે રવિવારે 12 વાગ્યાની આસપાસ અમારી માર્ચ શરુ કરીશું. અમે માર્ચને આજ અને આવતીકાલ માટે ટાળી દીધી છે, કારણ કે, અમારી સાથે વાતચીત માટે સંપર્ક કરવામાં આવે.
પોલીસે શંભુ બોર્ડર પર કરી બેરિકેડિંગ
શંભુ ધરણા સ્થળથી 101 ખેડૂતોના સમૂહે દિલ્હી કૂચનો પ્રયાસ કર્યો, પરંતુ શંભુ બોર્ડર પર પોલીસે મલ્ટીલેયર બેરિકેડ્સ લગાવ્યા હતાં, અહીં પહોંચેલા પ્રદર્શકારી ખેડૂતોને વેરવિખેર કરવા માટે પોલીસ દ્વારા ટિયર ગેસ છોડવામાં આવ્યા. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો કે, 8 ખેડૂતો તેમાં ઇજાગ્રસ્ત થઈ ગયા અને તેમને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.
આ પણ વાંચોઃ જમણાની જગ્યાએ ડાબા પગનું ઓપરેશન કરી નાખ્યું, ડૉક્ટર-હોસ્પિટલ પર 1.20 કરોડનો દંડ
પોલીસે ટિયર ગેસનો કર્યો ઉપયોગ
હરિયાણા પોલીસ અધિકારીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પ્રદર્શનકારી ખેડૂતોને આગળ ન વધવા કહી રહ્યા હતા, અમુક ખેડૂત રસ્તા પરથી લોખંડની ખીલ અને કાંટાવાળા તાર ઉખાડતાં તેમજ ટિયર ગેસને શણની ભીની થેલીઓથી ઢાંકતા જોવા મળ્યા હતા.
અંબાલાના 11 ગામમાં 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ
ખેડૂતોએ દાવો કર્યો કે, હરિયાણાના સુરક્ષાકર્મીઓએ દેખાવકારોના એક સમૂહ પર ટિયર ગેસ છોડ્યો, જે શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યા હતા. અંબાલા જિલ્લા પ્રશાસને પહેલાં જ બીએનએસની કલમ 163 હેઠળ પ્રતિબંધનો આદેશ કર્યો, જે હેઠળ જિલ્લામાં પાંચ અથવા તેનાથી વધારે લોકો ગેરકાયદેસર રીતે એકત્ર થવા પર રોક લગાવી દીધી છે. ખેડૂતોની માર્ચ શરુ કરવાના થોડા સમય પહેલાં, હરિયાણા સરકારે સાવચેતીના રૂપે શુક્રવારે અંબાલા જિલ્લાના 11 ગામમાં 6-9 ડિસેમ્બર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી. જણાવી દઈએ કે, ખેડૂતો કેન્દ્ર સરકાર પાસે પાક માટે MSPની કાયદેસર ગેરંટી આપવાની માંગને લઈને દિલ્હી કૂચ કરી રહ્યા છે.