Get The App

VIDEO: ખેડૂત આંદોલન વખતે દુષ્કર્મ-હત્યાઓ... કંગનાના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ભૂકંપ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Kangana Ranaut And Supriya Shrinate


Kangana Ranaut News : ભાજપના સાંસદ કંગના રણૌતે ખેડૂત આંદોલન મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કરતા કોંગ્રેસે આક્રોષ વ્યક્ત કર્યો છે. કંગનાએ કહ્યું હતું કે, ‘આ લોકો આંદોલનના નામે હિંસા ફેલાવી રહ્યા છે. જો કેન્દ્ર સરકાર મજબૂત ન હોત તો ખેડૂત આંદોલન વખતે પંજાબ પણ બાંગ્લાદેશ બની ગયું હોત.’ આ નિવેદન બાદ કોંગ્રેસ ભડકી છે અને કંગનાને કાન પકડીને માફી માંગવા કહ્યું છે.

‘આંદોલન કરી રહેલા ખેડૂતોને અનેક અપશબ્દો બોલ્યા’

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘ભાજપ નેતાઓએ દિલ્હીની સરહદે બેસી આંદોલન કરી રહેલા ખેડૂતોને અનેક અપશબ્દો બોલ્યા છે. તેમની સાંસદ અન્નદાતાઓને હત્યારા અને બળાત્કારી પણ કહી રહી છે. હવે આનો જવાબ અમે નહીં, હરિયાણા થોડા દિવસોમાં આપશે. રાષ્ટ્રીય સુરક્ષા પર સવાલો ઉભા કરાયા છે. આવી સ્થિતિમાં ભાજપ અને કેન્દ્રની સત્તાધારી મોદી સરકારને જવાબ તો આપવો જ પડશે. જો આવું ન હોય તો આ સાંસદ કાન પકડીને માફી માંગે.’

આ પણ વાંચો : મેં સલમાન ખાનની ફિલ્મો ઠુકરાવી, રણબીર તો મારા ઘરે આવ્યો હતો કે પ્લીઝ...: કંગના રણૌતનો દાવો

શ્રીનેતે કંગના પર સાધ્યું નિશાન

શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ‘ભાજપ સાંસદ કંગના રનૌતનું લેટેસ્ટ નિવેદન છે, જેમાં તેઓ બોલે છે કે, ખેડૂત આંદોલન માટે લાંબુ પ્લાનિંગ હતું, બાંગ્લાદેશ જેવું અને તેની પાછળ ચીન-અમેરિકા જેવી વિદેશી શક્તિઓ કામ કરી રહી છે.’

કંગનાએ શું કહ્યું હતું?

વાસ્તવમાં ભાજપ સાંસદે ખાનગી સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર નિશાન સાધ્યું હતું. કંગનાએ કહ્યું હતું કે, પંજાબમાં ખેડૂત આંદોલનના નામે હિંસા ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ત્યાં દુષ્કર્મ અને હત્યાઓ જેવી પણ ઘટનાઓ બની રહી છે. આ તો કિસાન બિલ પરત ખેંચી લેવાયું, નહીં તો આ લોકોએ લાંબું પ્લાનિંગ કર્યું હતું. આ લોકો કંઈપણ અને કોઈપણ હદે જઈ શકતા હતા.

આ પણ વાંચો : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAPને ફટકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો


Google NewsGoogle News