વજન ઘટાડવા માટેની દવા ખાતા ખેડૂત નેતાનું મોત, સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ હતી
Side effects of weight loss medicine purchased online: ઉત્તરપ્રદેશના બાગપતમાંથી એક ચોંકવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. હકીકતમાં એક શખ્સે પોતાનું વજન ઘટાડવા માટે સોશિયલ મીડિયા ફેસબુક પર જાહેરાત જોઈને ઓનલાઈન દવા મંગાવી હતી. આ દવા ખાવાના કારણે શખ્સની કિડની ખરાબ થઈ હતી અને એ પછી તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના સામે આવતાં આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો: જગતગુરૂ સંત તુકારામ મહારાજના 11મા વંશજ શિરીષ મહારાજે આર્થિક તંગીને લીધે આત્મહત્યા કરી
દવાની અસરથી ધીરે ધીરે તેનું વજન ઓછું થવા લાગ્યું, પરંતુ...
યુપીના બાગપત જીલ્લાની માતા કોલોનીમાં રહેતા 40 વર્ષીય ફુરકાને વજન ઓછું કરવા માટે ઓનલાઈન દવા મંગાવીને ખાવાની શરુ કરી હતી. દવાથી થોડા જ દિવસમાં વજન ઓછું થવા લાગ્યું. પરંતુ ધીરે ધીરે તેની કિડની ખરાબ થવા લાગી હતી. છેલ્લા સાત મહિનામાં કુરકાનની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ તેના શરીરમાં કોઈ સુધારો આવતો નહતો. ધીરે ધીરે કિડની કામ ન કરતાં ડોક્ટરોએ ડાયાલિસિસ કરાવાની સલાહ આપી હતી. પરંતુ ગઈકાલ તેનું મોત થયું હતુ.
આ પણ વાંચો: બીમારી એવી કે માણસ સિક્કા ખાવા લાગે છે! ડૉક્ટરે સર્જરી કરી પેટમાંથી 33 Coin કાઢ્યાં
આવી દવાઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો
આજકાલ લોકો પોતાનું વજન ઓછુ કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરતાં હોય છે. આવી દવાઓ ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. આવી દવાની આડ અસર વધારે હોય છે. હકીકતમાં આ પ્રકારની દવાઓમાં કોઈ પણ પ્રકારનું સંશોધન કરવામાં આવેલુ હોતું નથી. લોકો જાહેરાતો જોઈને તેના પર વિશ્વાસ કરી બેસે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે આવી દવાઓ પર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં.