Get The App

રાજસ્થાનમાં ખેડૂતે ઘરેથી પોતાના ખેતર જવા હેલિકોપ્ટરની માંગણી કરી, સરકારી તંત્ર ચોંકી ઉઠયું

અજીબો ગરીબ અરજી સાંભળીને સરકારી તંત્ર ચોકી ઉઠયું

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
રાજસ્થાનમાં ખેડૂતે ઘરેથી પોતાના ખેતર જવા  હેલિકોપ્ટરની માંગણી કરી, સરકારી તંત્ર ચોંકી ઉઠયું 1 - image


Rajasthan Farmer Demand helicopter | એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે નાના રસ્તાઓ (પગસેડી) હોય છે પરંતુ એક ખેડૂતે પોતાના ખેતરથી ઘરે જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં બાડેમરના જિલ્લા અધિકારીને રાત્રી ચોપાલ દરમિયાન ખેડૂતે આ માંગ કરતા આશ્વર્ય સર્જાયું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતાના ઘરથી ખેતર આવન જાવનનો રસ્તો અવરોધિત હોવાથી આ પગલું ભરવું પડયું છે. બાડમેરના જોરાપુર ગામમાં રહેતા માંગીલાલે કહયું હતું કે ખેતરમાં જવાના માર્ગ પર બીજા લોકો ખેતી કરે છે.

આવા સંજોગોમાં રસ્તો બંધ હોવાથી પોતાને ખેતર નિયમિત જઇ શકતા નથી. જો આનો બીજો કોઇ ઉપાય થવાનો ના હોયતો હેલિકોપ્ટર આપવાની વ્યવસ્થા કરવી જરુરી છે. ફરિયાદીને ખેતરમાં આવન જાવનની સમસ્યા આજકાલ કરતા ૩ વર્ષથી રહે છે. રસ્તો ના ખુલી શકતો હોયતો તેવા કિસ્સામાં હેલિકોપ્ટર ફાળવવા ઉપરાંતનો કોઇ જ વિષય બાકી રહેતો નથી. ખેડૂતની ફરિયાદ સાંભળીને સરકારી તંત્રએ હેલિકોપ્ટરની ફાળવણી કરવા સિવાયની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. 

બાડમેરની ડીએમ ટીના ડાબીને અજીબો ગરીબ અરજી સાંભળીને ખૂબ નવાઇ લાગી હતી. સ્થળ પર સરકારી સ્ટાફે નિરીક્ષણ કરીને અતિક્રમણ કરીને ખેડૂતને ખેતર જવાના અવરોધ ઉભો કરનારાને નોટિસ ફટકારીને ૩ દિવસમાં ગેર કાયદે દબાણ હટાવી લેવાની સુચના આપી હતી. લોકોનું માનવું છે કે ખેડૂતે અરજીમાં હેલિકોપ્ટરની માંગણી કરતા સરકારીતંત્રની સમગ્ર સમસ્યા પર ધ્યાન દોરાયું હતું, જો હેલિકોપ્ટર માંગ્યું ન હોતતો અરજીનો જલદી નિકાલ આવ્યો હોત નહી. 


Google NewsGoogle News