Get The App

'મુઝે તુમસે બિછડના હી પડેગા...' શાયરી માટે જાણીતા યુપીના પ્રસિદ્ધ શાયર ફહમી બદાયૂંનીનું નિધન

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
'મુઝે તુમસે બિછડના હી પડેગા...' શાયરી માટે જાણીતા યુપીના પ્રસિદ્ધ શાયર ફહમી બદાયૂંનીનું નિધન 1 - image


Image: Facebook

Fahmi Badayuni Passed Away: પ્રસિદ્ધ શાયર ફહમી બદાયૂંનીનું રવિવારે નિધન થઈ ગયુ. તેઓ 72 વર્ષના હતા અને લાંબા સમયથી બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમનો જન્મ 4 જાન્યુઆરી 1952એ ઉત્તર પ્રદેશના બદાયૂંમાં થયો હતો. તેમણે સાહિત્ય જગતમાં ખૂબ નામ કમાયુ હતુ. ફહમી બદાયૂંનીના નિધનથી સાહિત્ય જગતમાં શોકનો માહોલ બની ગયો છે. ફહમીના મોત બાદ સાહિત્યનો એક સુંદર અધ્યાય સમાપ્ત થઈ ગયો જે તેમના ચાહકો માટે ખૂબ દુ:ખદ છે. ઉર્દૂ અદબના જાણીતા શાયર ફહમી બદાયૂંનીએ શાયરીની દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી હતી.

ફહમી બદાયૂંનીનું નિધન

પ્રસિદ્ધ શાયર ફહમી બદાયૂંનીના 21 ઓક્ટોબર, સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. યુપીના બદાયૂંમાં જન્મેલા ફહમી સાહેબનો વિજ્ઞાન અને ગણિતમાં ખૂબ રસ હતો. તેઓ સાહિત્ય જગતમાં પોતાની ઊંડી વાતો અને મનને સ્પર્શી લેનારી શેર-શાયરી માટે ફેમસ હતા. તેમના નિધન પર કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ એક્સ પર દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું, 'અલવિદા ફહમી બદાયૂંની સાહેબ, તમારું જવું ઉર્દુ અદબનું મોટું નુકસાન છે.'

આ પણ વાંચો: સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈ પાછળ પરિવાર વર્ષે રૂ. 40 લાખ ખર્ચે છે

સાહિત્યના ચમકતા સિતારાએ દુનિયાને કહ્યું અલવિદા

ફહમી બદાયૂંનીની શાયરી યુવાન અને વૃદ્ધ બંને પેઢીઓને ખૂબ પસંદ છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ તેમની શાયરી વાયરલ થતી રહે છે. તેમના ઘણા શેર આજે પણ લોકોની વચ્ચે ચર્ચામાં છે જે લોકો સાંભળવાનું પસંદ કરે છે. તેમની સાદગીથી ભરેલી શાયરીએ નવી પેઢીને પણ સાહિત્ય સાથે જોડી છે અને સમાજમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેમના લેખને ઉર્દૂ સાહિત્યને નવો વળાંક આપ્યો છે.  

ફહમી બદાયૂંનીની શાયરી

શાયર ફહમી બદાયૂંનીને તેમની ફેમસ શાયરી 'કોઈ દુનિયા મેં ચેહરા દેખતા હે કોઈ ચેહરેમેં દુનિયા દેખતા હે', 'તુમને નારાજ હોના છોડ દિયા... ઈતની નારાજગી ભી ઠીક નહીં', 'પૂછ લેતે વો બસ મિજાજ મેરા... કિતના આસાન થા ઈલાજ મેરા', 'ઘર કે મલબે સે ઘર બના હી નહીં... જલજલે કા અસર ગયા હી નહીં' ઔર 'હમારા હાલ તુમ ભી પૂછતે હો... તુમ્હે માલૂમ હોના ચાહિએ.'


Google NewsGoogle News