Get The App

નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ, કારણ ચોંકાવનારું

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
Nagpur Suicide case


Four People Hanging At Home In Nagpur: મહારાષ્ટ્રના નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ મચ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે આત્મહત્યાનો મામલો હોવાનું જણાવ્યું છે. હાલ, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

એજન્સી અનુસાર, આ ઘટનાની જાણ નાગપુરના માવડ ગામમાં બુધવાર સવારે બની હતી. મૃતકોની ઓળખ 68 વર્ષીય વિજય માધવકર પચોરી, તેની પત્નિ માલા (ઉ.વ. 55), અને બે દિકરા ગણેશ (ઉ.વ.38), દિપક (ઉ.વ. 36) થઈ છે. વિજય પચોરી નિવૃત્ત શિક્ષક હતાં પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે.

આ પણ વાંચોઃ ખંભાળિયાના કોન્ટ્રાક્ટર યુવાને ધ્રોળના ટોલનાકા પાસે પોતાની જ કારમાં ઝેરી દવા પી લઇ કરી આત્મહત્યા

પરિવાર ટેન્શનમાં હતો

પોલીસને મળેલી સુસાઈડ નોટમાં પરિવારના તમામ સભ્યોના હસ્તાક્ષર મળ્યા હતા. તેઓ માનસિક તણાવમાં હતા. વિજય પિચોરીના મોટા દિકરા ગણેશની છેતરપિંડી મામલે ધરપકડ થયા બાદથી પરિવાર હેના-પરેશાન હતો. આસપાસના લોકોને વિજયના ઘરમાં સન્નાટો જોવા મળતાં પોલીસને જાણ કરી હતી. 

નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ, કારણ ચોંકાવનારું 2 - image


Google NewsGoogle News