Get The App

ભૂસ્ખલનમાં પરિવાર ગુમાવ્યો, હવે કાર એક્સિડેન્ટમાં મંગેતરનું મોત, મહિલા પર તૂટ્યો દુઃખનો પહાડ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ભૂસ્ખલનમાં પરિવાર ગુમાવ્યો, હવે કાર એક્સિડેન્ટમાં મંગેતરનું મોત, મહિલા પર તૂટ્યો દુઃખનો પહાડ 1 - image


Image: Facebook

Wayanad Landslide: કેરળના વાયનાડ જિલ્લામાં જુલાઈ દરમિયાન થયેલા વિનાશકારી ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવાર વિખેરાઈ ગયા અને લેન્ડસ્લાઈડના સમયે સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. આ લોકોમાં શ્રુતિ નામની એક યુવતી સામેલ છે, જેણે પોતાના સમગ્ર પરિવારને ગુમાવી દીધો અને હવે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. બુધવારે શ્રુતિને વધુ એક આઘાત લાગ્યો જ્યારે તેનો મંગેતર જેન્સન કાર અકસ્માત બાદ મૃત્યુ પામ્યો.

દુર્ઘટના દરમિયાન પહોંચેલી ઈજાના કારણે જેન્સન ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને રાત્રે 08.50 વાગે તેનું મોત નીપજ્યું. રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ જણાવ્યું કે તેના નાકમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું, તેના મગજમાં આંતરિક ઈજા પહોંચી હતી.

દુર્ઘટના કેવી રીતે થઈ?

જેન્સનની કાર એક ખાનગી બસ સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો. કારમાં હાજર શ્રુતિ અને જેન્સનના પરિવારના ઘણા સભ્ય ઈજાગ્રસ્ત થયા. મેડીકલ સ્ટાફના પ્રયત્નો છતાં જેન્સનને બચાવી શકાયો નહીં.

30 જુલાઈએ ભૂસ્ખલનના કારણે મેપ્પાડીના ચૂરલમાલા અને મુંડક્કઈ ગામમાં શ્રુતિના પરિવારના નવ સભ્યોના મોત નીપજ્યા હતાં. જેમાં તેના માતા-પિતા અને તેની નાની બહેન શ્રેયા સામેલ હતાં. આ કુદરતી આફતે તેનું જીવન અચાનક બદલી દીધું. પરિવારના ઘણા સભ્યોને ગુમાવ્યા બાદ શ્રુતિના જીવનમાં તેના મંગેતર જેન્સનનો આશરો હતો. આ કપલે 2 જૂને સગાઈ કરી હતી. 29 ઓગસ્ટે શ્રુતિ અને જેન્સન પુથુમાલા સ્મશાનગૃહ ગયા હતાં. જ્યાં તેમના પરિવારના અમુક સભ્યોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

લગ્ન કરવાનો કર્યો હતો નિર્ણય

શ્રુતિ અને જેન્સને પહેલા ડિસેમ્બરમાં ધામધૂમથી લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ ભૂસ્ખલન બાદ સપ્ટેમ્બરમાં તેમણે કોર્ટમાં સાદગીથી રજિસ્ટર્ડ મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો.

દુ:ખદ ઘટનાઓ પર સંવેદના વ્યક્ત કરતાં કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જેન્સન અને શ્રુતિના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું, 'આ સમાચાર ખૂબ દુ:ખદ છે. ભૂસ્ખલનના કારણે થનારા નુકસાનની ચૂકવણી કોઈ ન કરી શકે. હવે અમે માત્ર એટલું જ આશ્વાસન આપી શકીએ કે આ રાજ્ય તમારી સાથે છે, શ્રુતિ. તમને પડકારો અને દુ:ખથી ઉભરવાની શક્તિ મળે. 


Google NewsGoogle News