Fact Check : 'આધાર કાર્ડથી 2% વ્યાજે મળી રહી છે Loan', આવો મેસેજ આવે તો ફસાતા નહીં, થઈ જશે ફ્રોડ

આ મેસેજ મોકલનાર ઠગ હોઈ શકે છે, જે તમારી પ્રસનલ માહિતી ચોરવા માંગે છે

સરકાર તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
Fact Check : 'આધાર કાર્ડથી 2% વ્યાજે મળી રહી છે Loan', આવો મેસેજ આવે તો ફસાતા નહીં, થઈ જશે ફ્રોડ 1 - image
Image Twitter 

તમારા ફોનમાં કોઈ આ પ્રકારનો મેસેજ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની એક નવી સ્કીમ હેઠળ સસ્તામાં લોન આપવામાં આવી રહી છે. આ મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે, તમે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોન લઈ શકો છો.

શું આવે છે મેસેજ

પ્રધાનમંત્રી યોજના આધારકાર્ડ લોન 2% વ્યાજ, 50 % ટકા માફ, કોલ  8595311955

સાબિત થયું ગયું છે કે, આ મેસેજ ફેક છે

PIB Face Check દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહેવામાં આવ્યું છે કે, લોન વિશે જે મેસેજ ફરી રહ્યો છે તે બિલકુલ ખોટો છે. સરકાર તરફથી આધારકાર્ડ પર લોન આપવાની કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી. પોસ્ટમાં જે લખેલું છે તે એક ફેક મેસેજ છે. જેમા સરકારની સ્કીમ હેઠળ આધાર કાર્ડ દ્વારા વાર્ષિક માત્ર 2 ટકાના દરે લોન આપવામાં આવશે. આવા ફેક મેસેજોને આગળ ફોરવર્ડ ન કરશો. આ તમારી પ્રસનલ માહિતી મેળવીને ઠગો તમારી સાથે કોઈ છેતરપિંડી કરી શકે છે. એટલે સાવધાન રહો અને આવા કોઈ પણ મેસેજ આવે તો પહેલા બરોબર ચેક કરો. 

પીઆઈબી ફેક્ટ ચેકમાં ચેતવણી આપવામાં આવી છે કે, જે લોકોને આ પ્રકારનો મેસેજ મળી રહ્યો છે તે એક ફેક છે. સરકાર તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. એટલે નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, આવા ફેક મેસેજને આગળ ન મોકલો.

શું છે તેમા જોખમ?

આ મેસેજ મોકલનાર ઠગ હોઈ શકે છે, જે તમારી પ્રસનલ માહિતી ચોરવા માંગે છે, જેમ કે તમારુ નામ, પૈસાની જાણકારી, અથવા પાન નંબર વગેરે. આનાથી તે તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ચોરી શકે છે.  


Google NewsGoogle News