ચારધામની યાત્રામાં કેટલાક શ્રધ્ધાળુ સાથે નકલી રજીસ્ટ્રેશનનો ખેલ, 'દિલ્હીના ઠગ' સક્રિય બન્યા
ચારધામ યાત્રા માર્ગ પર તપાસ દરમિયાન છેતરપિંડીનો ખુલાસો
મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના તીર્થયાત્રી ગુ્પો ભોગ બન્યા
દહેરાદૂન, 23 મે,2024, ગુરુવાર
ચારધામની યાત્રા માટે ઉનાળુ વેકેશનના સમયગાળામાં લાખો લોકો પહોંચી રહયા છે ચારધામની યાત્રાનું ફેંક રજીસ્ટ્રેશન કરતા ગઠીયાઓ પણ સક્રિય થઇ ગયા છે. કેદારનાથ,યમનોત્રી, બદરીનાથ સહિત ચારધામ યાત્રા પર ઓફલાઇન રજીસ્ટ્રેશન બંધ થયા છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ઓફલાઇન રજીસ્ટ્રેશન ના નામે ઠગાઇના બનાવો બન્યા છે.
ચારધામ યાત્રા માર્ગ પર રજિસ્ટ્રેશનની તપાસ દરમિયાન કેટલાક કેસ ધ્યાનમાં આવ્યા છે. જેમાં તીર્થયાત્રીઓના ગુ્પ સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશનની છેતરપિંડી થઇ હતી. દહેરાદૂન પોલીસને તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે ઓનલાઇન રજીસ્ટ્રેશન જ નકલી હતું. ઝારખંડના યાત્રાળુઓના એક ગુ્પે રજીસ્ટ્રેશન નોયેડામાં આવેલી એક ટ્રાવેલ એજન્સી પાસેથી કરાવ્યું હતું. એજન્સીએ રજીસ્ટ્રેશનના ૬૫૦૦૦ રુપિયા લીધા હતા.
રજીસ્ટ્રેશનની તારીખ ૨૨ થી ૨૫ મે દરમિયાનની હતી. રજીસ્ટ્રેશન થયાની એક કોપી વોટ્સએપ ગુ્પમાં પણ મોકલવામાં આવી હતી. ઋષિકેશમાં ચેકિંગ દરમિયાન ચારધામ યાત્રા માટે આવેલા હૈદરાબાદના ૧૧ સભ્યોનું એક ગુ્પનું પણ રજીસ્ટ્રેશન નકલી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. હૈદરાબાદના ગુ્પે દિલ્હીમાં જનકપુરી ખાતે આવેલી એક ટ્રાવેલ એજન્સી પાસેથી કુલ ૨.૩૩ લાખ રુપિયાનું પેકેજ ખરીદયું હતું. આ પ્રકારની છેતરપિંડી મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના તીર્થયાત્રી ગુ્પો સાથે થઇ છે.