Get The App

યોગી સરકારે ગરીબોની મજાક બનાવી! સમૂહ લગ્નમાં નકલી ઘરેણાં- ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓ આપી

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
યોગી સરકારે ગરીબોની મજાક બનાવી! સમૂહ લગ્નમાં નકલી ઘરેણાં- ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓ આપી 1 - image


UP Corruption in Mukhyamantri Samuhik Vivah Yojana: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના હેઠળ 514 ગરીબ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતાં. પરંતુ, આ લગ્ન સમારોહ દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી ભેટમાં નકલી પાયલ, ખરાબ ગુણવત્તાવાળી સાડી અને રસોડાનો નકલી સામાન હોવાનું સામે આવ્યું છે. 

શું છે સમગ્ર મામલો?

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં રાજકીય ઈન્ટર કોલેજના મેદાનમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 514 યુગલોના વિધિ-વિઘાન સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતાં. આ લગ્ન સરકારની મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના હેઠળ કરવામાં આવ્યા હતાં. આ યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબ દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવી તેમને ભેટ આપવામાં આવે છે. પરંતુ, જ્યારે દુલ્હા-દુલ્હન અને તેમના પરિવારોએ ભેટની તપાસ કરી તો તમામ લોકો ચોંકી ગયાં. સ્થાનિક વિશ્વ હિન્દુ મહાસંઘના સભ્યોએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે ખુલાસો કરતા કહ્યું કે, લગ્નમાં ભેટ સ્વરૂપે આપવામાં આવેલી વસ્તુઓ નકલી અને હલકી ગુણવત્તાની છે.

આ પણ વાંચોઃ CMના બદલામાં એકનાથ શિંદેએ એવું પદ માગ્યું કે તમામ સહયોગી પક્ષો વિચારમાં પડી ગયા: સૂત્રો

વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને મહામંત્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા ગરીબ દીકરીઓને સન્માન અને સહાય આપવાનો ઈરાદો હતો, જેને વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ પૂરો ન થવા દીધો. તંત્ર દ્વારા ગરીબ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. 

મહામંત્રી સમૂહ લગ્નમાં આપ્યો નકલી સામાન

મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના હેઠળ સરકાર દરેક દુલ્હનને લગ્ન કરવા માટે 51 હજાર રૂપિયા અને ISI-માર્કવાળી ભેટ આપે છે. જેમાં ઘરેણાં, કૂકર, શ્રૃંગારનો સામાન અને સાડી હોય છે. જેની લંબાઈ ઓછામાં ઓછી પાંચ મીટર હોય છે. જોકે, આ વખતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને સામાનની ગુણવત્તામાં કાપ મૂકી દીધો. નકલી પાયલ, ટૂંકી સાડીઓ, હલકી ગુણવત્તાનો રસોડાના સામાન આપીને ગરીબ દીકરીઓની ગરીબીની મજાક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સંભલમાં હિંસા કરનારાનું આવી બનશે! ચાર રસ્તે લગાવાશે પોસ્ટર, નુકસાનની પણ વસૂલાત થશે

સમગ્ર મામલે તપાસની માગ

આ કૌભાંડ પર વિશ્વ હિન્દુ મહાસંઘે વિરોધ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. જિલ્લા અધિકારી રવિશ કુમાર ગુપ્તાએ આ મામલાને ગંભીરતાથી લેતા કહ્યું કે, ફરિયાદોની તપાસ કરવામાં આવશે. ડીએમ એ સમાજ કલ્યાણ અધિકારી અને કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.


Google NewsGoogle News