નકલી IAS ઝડપાયો: રોફ જમાવવા બે બંદૂકધારી રાખતો, છેતરપિંડી કરી અનેકના પૈસા ખંખેર્યા

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
Police Caught Fake IAS


Noida Police Arrested  Fake IAS Officer: નોઈડામાં પોલીસે એક નકલી IAS અધિકારીની ધરપકડ કરી છે, જેણે પોતાની સાથે બે બંદૂકધારીઓ પણ રાખ્યા હતા. પોલીસે તેના બે બંદૂકધારીઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ આરોપી પોલીસ હોવાનો રોફ બતાવીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. તેની પાસેથી એક રિવોલ્વર અને પિસ્તોલ પણ મળી આવી છે.

મળતી માહિતી મુજબ, નકલી IAS અધિકારીની સાથે બે બંદૂકધારીઓ અને એક ડ્રાઈવર પણ રાખતો હતો. તે કાર પર લાલ બત્તી લગાવીને ફરતો હતો. તે અલગ-અલગ વિભાગના અધિકારીઓ પાસે જતો હતો અને IAS હોવાનું કહી રોફ જમાવતો હતો અને લોકો પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવતો હતો.

આ પણ વાંચોઃ ‘દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કર્યો તો...’, યોગી આદિત્યનાથની કડક શબ્દોમાં ચેતવણી

પોલીસના જણાવ્યા અનુસાર, IAS અધિકારી હોવાનો દાવો કરનાર આરોપીનું નામ કૃષ્ણ પ્રતાપ સિંહ છે. તે લોકો પર રોફ જમાવતો હતો અને લોકોને કહેતો હતો કે તેનું પોસ્ટિંગ ગૃહ મંત્રાલયમાં છે અને તે ત્યાં જોઈન્ટ ડાયરેક્ટરની પોસ્ટ પર કામ કરે છે. તેની સાથે બે બંદૂકધારીઓને જોઈને લોકો તેની વાત માનતા હતા.

આ મામલે ADCPએ શું કહ્યું?

આ સમગ્ર મામલા અંગે ADCP મનીષ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે એક વાહન પકડાયું હતું જેમાં ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ પોતાને IAS ઓફિસર ગણાવ્યો હતો. તેણે પોતાની સાથે બે બંદૂકધારી પણ રાખ્યા હતા. તે IAS હોવાના નાટક કરીને લોકો પર રોફ જમાવી પૈસા પડાવતો હતો. પોલીસે ચાર લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 


નકલી IAS ઝડપાયો: રોફ જમાવવા બે બંદૂકધારી રાખતો, છેતરપિંડી કરી અનેકના પૈસા ખંખેર્યા 2 - image


Google NewsGoogle News