'ફેક કંપની, ફેક મેસેજ અને ફેક ઈન્વેસ્ટમેન્ટ...' 1000 કરોડના સાઈબર ફ્રોડનો ભાંડાફોડ, 2ની ધરપકડ
Image: Freepik
Cyber Fraud: પશ્ચિમ બંગાળની CIDએ ભારતની સૌથી મોટી સાઈબર ફ્રોડ ગેંગમાંથી એકનો સફળતાપૂર્વક ભાંડાફોડ કર્યો છે. આ ગેંગ કથિત રીતે હજારો કરોડ રૂપિયાના ઘણા કૌભાંડમાં સામેલ છે. તેણે છેલ્લા 5 વર્ષથી ઉત્તર પ્રદેશથી દિલ્હી અને હરિયાણા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો પાસેથી રૂપિયા ઠગ્યા.
ગેંગના બે માસ્ટરમાઈન્ડને પશ્ચિમ બંગાળ સીઆઈડીએ દિલ્હી અને હરિયાણાથી પકડ્યા છે. મંગળવારે કોર્ટમાં રજૂ કર્યાં ગયા બાદ બંનેને 12 દિવસની સીઆઈડી કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવીને ફ્રોડનો પ્લાન ઘડ્યો
CID સૂત્રોનો દાવો છે કે આરોપી ગેંગ ઘણા સોશિયલ મીડિયા મેસેન્જર પ્લેટફોર્મ જેમ કે વ્હોટ્સએપ, ટેલિગ્રામ અને ફેસબુક મેસેન્જર પર એક્ટિવ હતી. તે સોશિયલ મીડિયાના એડિક્ટ લોકોના એક ગ્રૂપને ટાર્ગેટ કરીને તે પ્લેટફોર્મ પર ગ્રૂપ બનાવતી હતી અને તે બાદ રૂપિયા ઠગતી હતી.
આ પણ વાંચો: નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઑફ વખતે વિમાન ક્રેશ, 18 મોત
CIDના સૂત્રોના જણાવ્યા અનુસાર 'ટાર્ગેટ કરવામાં આવેલા સોશિયલ મીડિયા યુઝર્સને ઘણા ગ્રૂપમાં જોડવામાં આવ્યા અને ક્રિપ્ટોમાં રોકાણ કરીને ઓછા સમયમાં ખૂબ રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવી. દરેક યુઝરને ઠગવા માટે એક મોટી ગેંગ એક સાથે કામ કરી રહી હતી. સૌથી પહેલા તેઓ તે લોકોને ગ્રૂપમાં જોડતાં હતાં જે વધુ રૂપિયા કમાવવા માટે તપાસ કરવામાં રસ દાખવતાં હતાં.'
લોકોને જોડવા માટે બનાવટી મેસેજ
CIDના અધિકારીના જણાવ્યા અનુસાર 'મોટો ખેલ સોશિયલ મીડિયા ગ્રૂપમાં મેમ્બર્સને જોડ્યા બાદ શરૂ થાય છે. બધું જ સ્ક્રિપ્ટ અનુસાર ચાલે છે. ગ્રૂપમાં સૌથી પહેલા એડમિન ઘણા ઈન્વેસ્ટ પ્લાન આપે છે અને તે ગ્રૂપના પહેલેથી જોડવામાં આવેલા અમુક મેમ્બર ઈન્વેસ્ટ વિશે વાતચીત ચાલુ રાખવા માટે એડમિનને જવાબ આપે છે અને ગ્રૂપના અમુક અન્ય સભ્ય પોતાના અનુભવ શેર કરે છે અને નવા જોડવામાં આવેલા મેમ્બર્સને કાઢવા માટે એડમિનનો આભાર માને છે'.
તેમણે વધુમાં જણાવ્યું કે પસંદ કરવામાં આવેલા અમુક મેમ્બર લખે છે કે તેમને તાજેતરમાં જ વચન પ્રમાણે પ્રોફિટ મળ્યું છે, જેનાથી નવા જોડાયેલા સભ્યો આકર્ષિત થાય. આ તમામ લોકો એક જ ગેંગના છે, જે સાથે મળીને કામ કરે છે. એક વખત જ્યારે ઈચ્છુક સભ્ય ક્રિપ્ટોકરન્સીમાં ઈન્વેસ્ટ કરે છે. તો આ રૂપિયા વિદેશ જતાં રહે છે. ક્રિપ્ટોકરન્સી દ્વારા રૂપિયા ઈન્વેસ્ટ કરવા ખૂબ મુશ્કેલ છે. તેથી કૌભાંડ કરનારાઓએ આ રીત પસંદ કરી છે.
આ પણ વાંચો : કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વૃદ્ધિની નાના રોકાણકારો પર કોઈ અસર નહીં, જાણો કેવી રીતે
રૂપિયા પડાવવા માટે બનાવટી કંપનીઓ
સૂત્રોએ એ પણ દાવો કર્યો છે કે કૌભાંડના રૂપિયાને પડાવવા માટે ઘણી બનાવટી કંપનીઓ બનાવવામાં આવી હતી. છેતરપિંડીથી લૂંટવામાં આવેલા રૂપિયાને બનાવટી દસ્તાવેજો દ્વારા કૌભાંડ કરનાર દ્વારા ખોલવામાં આવેલી બનાવટી કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
ચંદનનગર સાયબર પોલીસ સ્ટેશનમાં 43 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની તપાસ આગળ વધારવા માટે પશ્ચિમ બંગાળ સીઆઈડીને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળ CID વિભાગની સાયબર પોલીસ સ્ટેશને એક શેલ કંપનીની ઓળખ કરી, જેમાં કૌભાંડના રૂપિયા ઈન્વેસ્ટ કરવામાં આવ્યા હતા. તે સ્પેશિયલ શેલ કંપનીની બેંક વિગતોની તપાસ કરવા પર જાણ થઈ કે એક અન્ય શેલ કંપનીના ઘણા ખાતામાં હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.
હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ
તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળ સીઆઈડીએ આ બનાવટી કંપનીઓના બે રોકાણકારોની ઓળખ કરી અને તેમની એક દરોડા દરમિયાન ધરપકડ કરી લીધી. CID સૂત્રોનો દાવો છે કે હરિયાણાથી માનુષ કુમાર અને દિલ્હીથી સત્યેન્દ્ર મહતોની બંગાળ સીઆઈડીએ તેમના ઠેકાણાથી ધરપકડ કરી છે. તેમાંથી બે ને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને પશ્ચિમ બંગાળ લઈ જવાયા. એક મોટા અધિકારીએ જણાવ્યું કે આ એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે અને અત્યાર સુધી જે કંઈ પણ અમે મેળવ્યુ છે, તે લગભગ એક ઝલક છે. મામલાની તપાસ ચાલુ છે.