મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિને કયા કયા મુદ્દા ફળ્યા, ફડણવીસે મુખ્યમંત્રી બન્યા બાદ કર્યો ખુલાસો
Image: Facebook
Devendra Fadnavis: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચૂક્યા છે. તેમણે સીએમ પદના શપથ લીધા બાદ શુક્રવારે પોતાના પહેલા ઇન્ટરવ્યુમાં ઘણા મુદ્દા પર પોતાનો મત રજૂ કર્યો. ફડણવીસે જણાવ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં અમારા ગઠબંધનને નિર્ણાયક જીત મળી હતી. તેનો સંપૂર્ણ શ્રેય મહારાષ્ટ્રની જનતાને જાય છે. તેમણે નિર્ણાયક જનાદેશ આપ્યો પરંતુ અમારી પહેલી બેઠકમાં જ એકનાથ શિંદેએ તેને માની લીધો હતો કે મુખ્યમંત્રી ભાજપથી જ હશે.
'એક હે તો સેફ હે' એ પલટી બાજી!
સીએમ ફડણવીસે કહ્યું કે આપણા વડાપ્રધાને 'એક હે તો સેફ હે'નું સૂત્ર આપ્યું હતું. તેનાથી ખૂબ લાભ થયો. જે વિભાજનનું રાજકારણ ચાલી રહ્યું હતું લોકોએ તેને નકારી દીધું હતું. અમને લાડકી બહેન, ફ્રી વીજળી અને શિક્ષણ જેવી યોજનાઓથી પણ ફાયદો થયો. આ કારણે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી. લોકોના મનમાં એક ટીસ હતી પરંતુ 'એક હે તો સેફ હે' સૂત્રએ લોકોને આશા આપી.
'એક હે તો સેફ હે' સૂત્રએ કમાલ કરી. લોકોએ એક હે તો સેફ હે ને માનતાં વોટ આપ્યા. આ સૂત્રનો સકારાત્મક પ્રભાવ રહ્યો. આનાથી લોકોને વિશ્વાસ મળ્યો. ભાજપે નિર્ણય કર્યો કે મુખ્યમંત્રી ભાજપથી જ હશે કેમ કે પાર્ટીને ચૂંટણીમાં 137 બેઠકો મળી હતી. ફડણવીસે 'બટેંગે તો કટેંગે'થી 'એક હે તો સેફ હે' સૂત્ર પર શિફ્ટ થવાના સવાલ પર કહ્યું કે તમારે જોવું પડશે કે ગ્લાસ અડધો ભરેલો હોય છે તો અડધો ખાલી પણ હોય છે. એકનાથ શિંદે ક્લિયર હતાં કે તે સીએમ બનશે નહીં પરંતુ પાર્ટીમાં આવા નેતા કે કાર્યકર્તા પણ હોય છે જે ઇચ્છે છે કે તેમની પાર્ટીથી મુખ્યમંત્રી બનવા જોઈએ. પાર્ટી કાર્યકર્તા વિચારે છે કે અમારા નેતાનું માન હોય પરંતુ અમારા મનમાં કોઈ શંકા નહોતી. મારા પોતાના શિંદે સાથે વ્યક્તિગત સંબંધ છે. મારી પાર્ટીએ કહ્યું કે મારે પદનો સ્વીકાર કરવો જોઈએ તો મેં સ્વીકાર કર્યો. એક તથ્ય એ પણ છે કે જો પાર્ટીનો મજબૂત માણસ સરકારમાં હશે નહીં તો પાર્ટી ચાલશે નહીં.
આ પણ વાંચો: વધુ એક દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની કરી જાહેરાત, AAPને ઝટકો, ભાવુક પોસ્ટ પણ લખી
શિંદેએ કયું મંત્રાલય માગ્યું?
આ દરમિયાન જ્યારે ફડણવીસને પૂછવામાં આવ્યું કે શું એકનાથ શિંદેએ કોઈ મંત્રાલય માગ્યું છે? તેની પર તેમણે કહ્યું કે 'તેમણે હજુ સુધી કોઈ મંત્રાલય માગ્યું નથી. જ્યારે માગશે તો તેની પર ચર્ચા કરીશું પરંતુ ગૃહ મંત્રાલય ભાજપની પાસે જ રહેવું જોઈએ.'
16 ડિસેમ્બર પહેલા થશે મંત્રીમંડળ વિસ્તરણ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 16 ડિસેમ્બર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે. અમારી વચ્ચે લગભગ તમામ વિભાગો પર સંમતિ બની છે. ગૃહ વિભાગ હંમેશા અમારી સાથે રહ્યું છે.