Get The App

દેવેન્દ્ર ફડણવીસ પ્રથમ પરીક્ષામાં જ 'નાપાસ'! ડેપ્યુટી CMની દિલ્હી સુધી પહોંચ, હવે શું કરશે CM?

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
Maharashtra Politics


Devendra Fadnavis and Maharashtra Politics: દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્ત્વમાં મહારાષ્ટ્રની નવી સરકારે સત્તા સંભાળ્યાને લગભગ 40 દિવસ વીતી ગયા છે. પરંતુ એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ તરીકે પોતાનો વિશ્વાસ દર્શાવવામાં સક્ષમ નથી. સીએમ બન્યાના થોડા જ દિવસોમાં તેમને મોટી રાજકીય કસોટીનો સામનો કરવો પડ્યો અને મુખ્યમંત્રી આ કસોટીમાં ખરાબ રીતે નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં બે ડેપ્યુટી સીએમ

મહારાષ્ટ્રમાં ભાજપની જંગી જીત છતાં, તેણે મહાયુતિ સાથે મળીને સરકાર બનાવી છે. ભાજપ એકલા હાથે બહુમતી ગુમાવી ચૂકી હતી. દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં બે ડેપ્યુટી સીએમ છે, એકનાથ શિંદે અને અજિત પવાર. આ બંને મજબૂત નેતા છે. આ બંનેએ છેડો ફાડીને પોતપોતાના પક્ષો સંભાળી લીધા છે.

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની ત્રિપુટી સરકાર 

એટલે કે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની ત્રિપુટી સરકાર છે. અનુભવ અને ઉંમરની દૃષ્ટિએ આ ત્રણમાંથી અજિત પવાર સૌથી વરિષ્ઠ છે. ખુદ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું છે કે રાજકીય રીતે અજિત પવાર ખૂબ જ પરિપક્વ નેતા છે. અજિત પવારે તેમના કાકા અને દિગ્ગજ નેતા શરદ પવાર પાસેથી રાજકારણની યુક્તિઓ શીખી છે. શરદ પવાર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશના રાજકારણમાં પણ એક મજબૂત નેતાની છબી ધરાવે છે. જોકે, હાલમાં આ કાકા-ભત્રીજાની જોડી તૂટી ગઈ છે અને બંનેના રસ્તા જુદા છે.

દેવેન્દ્ર ફડણવીસ સામે પડકાર

દેવેન્દ્ર ફડણવીસ અજિત પવારની પાર્ટીના નેતા ધનંજય મુંડે સંબંધિત સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે.  ધનંજય મુંડેના ગૃહ જિલ્લા બીડમાં સ્થિતિ સારી નથી. ચૂંટણી પછી તરત જ ત્યાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા પણ અન્ય એક સરપંચનું રોડ એકસીડન્ટમાં મોત થયું હતું. બીડમાં ધનંજય મુંડેનો વ્યાપક પ્રભાવ હોવાનું કહેવાય છે. સરપંચ હત્યા કેસમાં ધનંજય મુંડેના નજીકના વાલ્મિકી કરાડનું નામ સામે આવ્યું છે. તેની ધરપકડ કરવામાં આવી છે. આને લઈને સ્થાનિક સ્તરે ધનંજય મુંડે સામે ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભાજપના સ્થાનિક ધારાસભ્યો પોતે આ મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યા છે. વિધાનસભામાં પણ આ મામલે ધનંજય મુંડેનું નામ ખુલ્લેઆમ લેવામાં આવ્યું હતું.

વાલ્મીક કરાડને બચાવવાનો પ્રયાસ

કહેવાય છે કે ધનંજય મુંડેના નજીકના વાલ્મીક કરાડ વિરુદ્ધ માત્ર ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. જો કે છેડતી અને હત્યાના કેસ એકબીજા સાથે સંકળાયેલા છે, પરંતુ સંતોષ દેશમુખ હત્યા કેસમાં તેમની સામે કોઈ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો ન હોવાથી દેશમુખ પરિવાર ગુસ્સે છે. સોમવારે જ સ્વર્ગસ્થ સંતોષ દેશમુખના ભાઈ ધનંજય દેશમુખે પાણીની ટાંકી પર ચડીને વિરોધ કર્યો હતો. તેના સમગ્ર પરિવારની માંગ છે કે વાલ્મિક કરાડ સામે અપહરણ અને હત્યાનો કેસ નોંધવામાં આવે. 

સંતોષ દેશમુખની પત્ની અશ્વિની દેશમુખે CIDને આપેલા નિવેદનમાં વાલ્મિક કરાડનું નામ લીધું છે. અશ્વિની દેશમુખે સીઆઈડીને જણાવ્યું હતું કે, વાલ્મીક કરાડે મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી મારા પતિ પરેશાન હતા. આમ છતાં વાલ્મીક કરાડ સામે હત્યાનો કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: મહાકુંભમાં આજે અમૃત સ્નાન: નાગા સાધુ અને અખાડાના સંતો-મહંતોએ લગાવી ડૂબકી, જાણો મહાત્મ્ય

દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ મંત્રાલય

સીએમ દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ મંત્રાલય છે. તેમ છતાં પોલીસ પર બીડ કેસમાં ઢાંકપિછોડો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ કેસની સીઆઈડી તપાસ ચાલી રહી છે. પરંતુ, દોઢ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં કંઇ નક્કર થતું જણાતું નથી.

દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટના વિસ્તરણ સમયે આ મામલાએ જોર પકડ્યું હતું. આ મામલે ધનંજય મુંડેનું નામ આવવા છતાં દેવેન્દ્ર ફડણવીસે તેમને પોતાની કેબિનેટમાં મંત્રી બનાવ્યા. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ મુદ્દે તેઓ અજિત પવાર સામે જૂકી ગયા હતા. અજિત પવાર પોતાના નેતાના બચાવમાં ખડકની જેમ ઉભા છે. આ દરમિયાન તેમણે દિલ્હીની મુલાકાત લીધી હતી. સમગ્ર રાજકીય પરિસ્થિતિને લઈને તેઓ સીધા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે. કેબિનેટમાં ધનંજય મુંડેને સ્થાન મળવાથી દરેક જગ્યાએ ટીકા થઈ હતી પરંતુ અજિત પવારનું કહેવું છે કે ધનંજય મુંડેને બલિનો બકરો ન બનાવવો જોઈએ. તેની સામે કોઈ પુરાવા નથી.

દેવેન્દ્ર ફડણવીસ પ્રથમ પરીક્ષામાં જ 'નાપાસ'! ડેપ્યુટી CMની દિલ્હી સુધી પહોંચ, હવે શું કરશે CM? 2 - image



Google NewsGoogle News