Get The App

વિદેશ મંત્રી જયશંકર માલદીવની મુલાકાતે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો મુખ્ય હેતુ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
વિદેશ મંત્રી જયશંકર માલદીવની મુલાકાતે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો મુખ્ય હેતુ 1 - image


- ચીન આ દ્વિપ સમુદ્ર ઉપર અંકુશ મેળવવા માગે છે

- હિન્દ મહાસાગરમાં હૃદય સ્થાને રહેલા દ્વિપ સમુદ્ર ભારત માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો છે

નવી દિલ્હી, માલે : વિદેશમંત્રી એસ. જયશંકર આજથી માલદીવની બે દિવસની મુલાકાતે ગયા છે. ભારતની ''પાડોશી પહેલો'' તે નીતિને પગલે તેઓ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માંગે છે, તેને પગલે જયશંકર ૯ થી ૧૧ તેમ બે દિવસની માલદીવની મુલાકાતે ગયા છે.

ભારતના નવનિર્વારિત સરકારનાં મંત્રીમંડળના શપથવિધિ સમારોહ સમયે માલદીવના પ્રમુખ ડૉ. મોહમ્મદ મુઈજ્જૂ ભારત આવ્યા હતા ત્યારે તેઓનું જે રીતે સ્વાગત કરાયું અને તેઓને જે મહત્વ અપાયું તેથી મુઈજ્જુમાં ભારત વિરોધી વલણમાં પરિવર્તન આવ્યું છે. વાસ્તવમાં પોતાની શપથવિધિ પછી મુઈજ્જુ ચીનની મુલાકાતે ગયા હતા ત્યાં તેઓને બહુમાન મળ્યું ન હતું. વાસ્તવમાં એક ખંડીયા દેશના વડા જેવું તેઓ સાથે વર્તન રખાતા મુઈજ્જુની ચીન પરસ્તીમાં ઓટ આવી છે. ભારત તેનો લાભ લેવા માંગે છે. વળી ભારતના જ સહેલાણીઓ ત્યાં સૌથી વધુ સંખ્યામાં જાય છે, અને તેમની આવક માલદીવનાં અર્થતંત્રમાં સૌથી વધુ મહત્વનો ફાળો આપે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને વિદેશમંત્રી જયશંકરની મેઘા પ્રત્યે પણ માલદીવના અગ્રીમો આદરથી જુવે છે.

જયશંકરે માલદીવના વિદેશમંત્રી મૂસા ઝમીર સાથેની મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા ઉપરાંત ભારતની એકિઝમ બેન્ક દ્વારા અપાતી ક્રેડીટ ફેસીલીટીનો વ્યાપ વધારવા અંગે પણ મંત્રણાઓ યોજાઈ હતી. તેમાં મહત્વનાં ક્ષેત્રોએ બંને દેશો વચ્ચે સહકાર વધારવા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેડિંગ (એમઓયુ) પણ રચાયા હતા. તેમાં પરંપરાગત રીતે જ બંને દેશો વચ્ચે વ્યાપાર અને વાણિજય વિકસાવવાનો નિર્ણય લેવાયો હતો.


Google NewsGoogle News