‘જો પાકિસ્તાને ભારત સાથે વાત કરવી હોય તો...’ પડોશી દેશના PM મોદીને આમંત્રણ વચ્ચે બોલ્યા જયશંકર

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Jaishankar

Image: IANS



Jaishankar Statement On Pakistan Relation With India: વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને માલદીવ સંબંધિત મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, પાડોશી હંમેશા એક ઉખાણા જેવા હોય છે. મને કહો કે, એવો કયો દેશ છે, જ્યાં તેના પાડોશી સાથે પડકારો નથી. પાકિસ્તાન સાથે વાતચીત અને તેની સાથે સંબંધ પર વિદેશ મંત્રીએ કહ્યું કે, પાડોશી દેશ સાથે વાતચીતનો દોર હવે ખતમ થઈ ગયો છે, તેની સાથે કોઈપણ સંબંધની કલ્પના કેવી રીતે કરી શકાય?

અમે ઘણી વાર વાત કરવાનો પ્રયાસ કર્યો

વિદેશ મંત્રીનું આ નિવેદન ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ દર્શાવે છે. તેમણે કહ્યું, 'અમે ભૂતકાળમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ આતંકવાદના મુદ્દે તેમની બેવડી નીતિના કારણે તે શક્ય બન્યું ન હતું. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાને સમજવું જોઈએ કે વાતચીત માટે તેણે આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરવો પડશે.

આ પણ વાંચોઃ NDAમાં ભયંકર વિખવાદ: શિંદેના નેતાએ કહ્યું- અજીત પવારની બાજુમાં બેસું તો ઊલટી આવે છે

કલમ 370 નાબૂદ કરવામાં આવીઃ વિદેશ મંત્રી

પાકિસ્તાન સાથેના સંબંધો પર તેમણે કહ્યું કે દરેક કાર્યવાહીની પ્રતિક્રિયા હોય છે. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરની વાત છે ત્યાં સુધી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. આ સ્થિતિમાં આપણે પાકિસ્તાન સાથે કેવા સંબંધ વિશે વિચારવું જોઈએ? તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત હવે આતંકવાદ અને વાતચીતને સાથે જોઈ શકશે નહીં અને જો પાકિસ્તાન ભારત સાથે વાટાઘાટો કરવા ઈચ્છે છે તો તેણે તેની નીતિ પર પુનર્વિચાર કરવો પડશે.

બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરશે

બાંગ્લાદેશ પર જયશંકરે કહ્યું, 'આ સ્વાભાવિક છે કે અમે વર્તમાન સરકાર સાથે વાત કરીશું. આપણે સ્વીકારવું પડશે કે રાજકીય ફેરફારો થયા છે અને તે જોખમી હોઈ શકે છે, અહીં આપણે એકબીજાના હિતોની પરસ્પરતા પર ધ્યાન આપવું પડશે. માલદીવ, બાંગ્લાદેશ વિશે તેમણે કહ્યું, 'માલદીવ પ્રત્યેના અમારા અભિગમમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. અહીં સ્થિરતાનો ચોક્કસ અભાવ છે. આ એક એવો સંબંધ છે જેમાં આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક રોકાણ કર્યું છે.

'સામાજિક સ્તરે લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે'

અફઘાનિસ્તાન પર, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, 'સામાજિક સ્તરે લોકો વચ્ચેના સંબંધો મજબૂત છે. આજે અમારી અફઘાન નીતિની સમીક્ષા કર્યા પછી, અમે અમારા હિતો વિશે ખૂબ જ સ્પષ્ટ છીએ. અમેરિકાની હાજરી ધરાવતું અફઘાનિસ્તાન આજે અમેરિકાની હાજરી વિનાના અફઘાનિસ્તાન કરતાં ઘણું અલગ છે.

‘જો પાકિસ્તાને ભારત સાથે વાત કરવી હોય તો...’ પડોશી દેશના PM મોદીને આમંત્રણ વચ્ચે બોલ્યા જયશંકર 2 - image


Google NewsGoogle News