Solar Express way: સ્વિટ્ઝર્લેન્ડ છોડો, UPમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, એક લાખ ઘરોને મળશે વીજળી
એક્સપ્રેસવે પર 1700 હેક્ટર જમીન પર બનશે આ સોલર એક્સપ્રેસવે
296 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવેના બન્ને કિનારા પર સોલર પેનલ લગાવવામાં આવશે.
Image Twitter |
તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
Solar Express way at UP : દેશમાં કેટલીયે જગ્યાએ એક્સપ્રેસવે અને હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. અને દરેક એક્સપ્રેસવે નું પોતાનું અલગ જ ખુબી ધરાવતો હોય છે. જેમા ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ એટલે કે યુપીડા (UPEIDA) બુંદેલખંડ એક્સપ્રેસવે (Bundelkhand Expressway)અને સોલર એક્સપ્રેસવે (Solar Expressway) તરીકે વિકસિત કરવામાં આવી રહ્યો છે. તેના માટે 296 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવેના બન્ને કિનારા પર સોલર પેનલ લગાવવામાં આવશે.
પ્રોજેક્ટ પુરો થયા બાદ લગભગ એક લાખ ઘરોને રોજ વીજળી મળી શકશે
આ દેશનો પહેલો સોલર એક્સપ્રેસવે હશે, આ પ્રોજેક્ટ પુરો થયા બાદ લગભગ એક લાખ ઘરોને રોજ વીજળી મળી શકશે. તેના માટે એક્સપ્રેસવે પર 1700 હેક્ટર જમીન નક્કી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 8 પ્રમુખ સોલર પાવર ડેવલપર્સે પોતાનું કામ પુરુ કરી લીધુ છે.
PPP મોડલ તરીકે લગાવવામાં આવશે સોલર પ્લાન્ટ્સ
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ તરીકે સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે. બુંદેલખંડ એક્સપ્રેસવે પર મુખ્ય માર્ગ અવે સર્વિસ રોડની વચ્ચે 15થી 20 મીટર પહોળાઈવાળા પટ્ટા પર આખો એક્સપ્રેસ વે ખાલી હતો. આ સોલર પેનલ લગાવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. તેમા 550 મેગાવોટ સોલર પાવર જનરેટ કરી શકાશે.