Get The App

રામ રહીમ જેની મદદથી વારંવાર જેલ બહાર આવે છે તે 'ફર્લો' અને 'પેરોલ' વચ્ચે શું છે તફાવત? જાણો કેટલા દિવસની મળે છે જેલ મુક્તિ

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ ફરી એકવાર જેલથી બહાર આવ્યો છે

તેની ત્રણ સપ્તાહની ફર્લોને મંજુર કરવામાં આવી છે, જેમાં તેને કામચલાઉ જેલ મુક્તિ માટે અરજી કરી હતી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
રામ રહીમ જેની મદદથી વારંવાર જેલ બહાર આવે છે તે 'ફર્લો' અને 'પેરોલ' વચ્ચે શું છે તફાવત? જાણો કેટલા દિવસની મળે છે જેલ મુક્તિ 1 - image


Difference Between Parole And Furlough: તે બે શિષ્યા પર બળાત્કાર કરવાના અપરાધમાં 20 વર્ષની જેલની સજા મેળવનાર ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહની ત્રણ સપ્તાહની ફર્લો સોમવારે મંજુર કરવામાં આવી છે. આ સિવાય ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા બદલ અને 2019માં એક પત્રકારની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. 

હરિયાણાની સુનારિયા જેલમાં છે તે બંધ

પીટીઆઈ અનુસાર, રામ રહીમ 21 દિવસના કામચલાઉ જેલ મુક્તિના સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના બાગપતના બરનાવા સ્થિત ડેરા સચ્ચા સૌદા આશ્રમ જશે. રામ રહીમ હરિયાણાના રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બંધ છે. તો જાણીએ કે પેરોલ અને ફર્લો શું છે જેના દ્વારા કેદી જેલમાંથી બહાર આવી શકે છે.

વારંવાર જેલની બહાર આવ્યો રામ રહીમ 

રામ રહીમ પહેલીવાર જેલથી બહાર આવ્યો નહિ આ પહેલા પણ તે 30 જુલાઈએ 30 દિવસની પેરોલ પર બહાર આવ્યો હતો. આ સિવાય જાન્યુઆરીમાં 40 દિવસની પેરોલ મંજુર કરવામાં આવી હતી. તેમજ ગયા વર્ષે પણ જુનમાં તે એક મહિનાની પેરોલ પર જેલથી બહાર આવ્યો હતો. આ ઉપરાંત 7 ફેબ્રુઆરી, 2022  પર તે ત્રણ સપ્તાહની ફર્લો પર બહાર આવ્યો હતો.   

પેરોલ શું હોય છે અને કેટલા દિવસ માટે થાય છે મંજુર?

કોઈપણ કેદી, દોષિત વ્યક્તિ કે અંડરટ્રાયલને પેરોલ આપી શકાય છે. જે માટે કેટલીક શરતો હોય છે. કોઈપણ કેદીને સજાનો અમુક ભાગ પૂરો કર્યા પછી અને તે દરમિયાન તેના સારા વર્તનને ધ્યાનમાં લઈને પેરોલ આપી શકાય છે. કેદીની માનસિક સ્થિતિ બગડતી હોય, કેદીના પરિવારમાં કોઈ અપ્રિય ઘટના બને અથવા નજીકના પરિવારમાં કોઈના લગ્ન થાય આવા મહત્વના કારણોસર પેરોલ મંજૂર થઈ શકે છે. ઘણી વખત, કેટલાક મહત્વપૂર્ણ કામ પુરા કરવા માટે, કેદીને પેરોલ પર ચોક્કસ સમયગાળા માટે જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. ખાસ સંજોગોમાં, ફક્ત જેલ સત્તાવાળાઓ સાત દિવસ સુધીની પેરોલ અરજીને મંજૂર કરી શકે છે. કેદી દ્વારા પેરોલના આવેદન પર જેલ અધિકારીએ પાંચ દિવસમાં પેરોલ સંબંધિત નિર્યણ લેવો પડે છે. 

કેવા અપરાધીઓને પેરોલ મળતી નથી?

જેલ અધિનિયમ 1894 મુજબ પેરોલ તેમજ ફર્લો આપવામાં આવે છે. તેમજ કોઈ કેદીને પેરોલ પર મુક્ત કરવો સમાજ માટે હિતાવહ નથી તેવું કહીને પેરોલની મનાઈ પણ ફરમાવવામાં આવે છે. સામાન્ય રીતે પેરોલ આજીવન કેદની સજા પામેલા કેદીને, આતંકવાદી,ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ હેઠળ સજા ભોગવી રહેલા ગુનેગારોને અથવા તો જેલથી મુક્તિ મળતા જ ભાગી જવાની શક્યતા ધરાવતા કેદીને પેરોલ મળતી નથી. વિવિધ રાજ્યોમાં પેરોલ અંગે અલગ અલગ નિયમો હોય છે.

પેરોલ પર બહાર આવેલા કેદીને ક્યાં નિયમોનું કરવું પડે છે પાલન?

પેરોલ પર બહાર આવેલા કેદીને નજીકના પોલીસ સ્ટેશનમાં કે જાણ કરવામાં આવેલા અધિકારી સમક્ષ સમયાંતરે હાજર થવાનું રહે છે. બે કારણોસર પેરોલ મળે છે, જેમાં એક તો કેદીને તેના પરિવાર અને સમાજને લગતા કેટલાક મહત્વપૂર્ણ કામ પુરા કરવાની તક મળે છે. બીજું, ગુનેગારોને સુધરવાની પ્રક્રિયા માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ફર્લો શું છે?

ફર્લો એટલે કેદીઓને જેલમાંથી મુક્તિ આપવામાં આવે, તે વ્યક્તિગત, કૌટુંબિક અથવા સામાજિક જવાબદારીઓને પૂરી કરવા માટે આપવામાં આવે છે. કેદીએ ફર્લો માટે કારણો આપવા જરૂરી નથી. ફર્લોને કેદીઓનો અધિકાર માનવામાં આવે છે. જેલ રિપોર્ટના આધારે સરકાર તેને મંજૂર કે નામંજૂર કરી શકે છે. એક કેદી વર્ષમાં ત્રણ વખત ફર્લો લઈ શકે છે. જેલ એ રાજ્યનો વિષય છે, તેથી અલગ-અલગ રાજ્યોમાં ફર્લો અંગે અલગ-અલગ કાયદા છે.

રામ રહીમ જેની મદદથી વારંવાર જેલ બહાર આવે છે તે 'ફર્લો' અને 'પેરોલ' વચ્ચે શું છે તફાવત? જાણો કેટલા દિવસની મળે છે જેલ મુક્તિ 2 - image



Google NewsGoogle News