દેશનો એકમાત્ર EXIT POLL જેમાં NDAની હાર અને I.N.D.I.A.ની જીતનો દાવો, જાણો આંકડા
Lok Sabha Elections Exit Poll 2024 : લોકસભા ચૂંટણી 2024માં મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ગયા છે. જ્યાં એક તરફ મોટાભાગના એક્ઝિટ પોલમાં NDAને બહુમતી મળતી જોવા મળી રહી છે, તો બીજી તરફ એક એક્ઝિટ પોલ એવો પણ છે જેમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર રચાતી જોવા મળી રહી છે. એટલું જ નહીં આ એક્ઝિટ પોલમાં ભાજપની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે.
કોનો છે આ એક્ઝિટ પોલ?
ડીબી લાઈવ (દેશબંધુ) પર દર્શાવેલા એક્ઝિટ પોલમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનતી બતાવાઈ છે. ડીબીના એક્ઝિટ પોલમાં એનડીએને 215થી 245 બેઠકો મળી રહી છે જ્યારે I.N.D.I.A.ને 260-295 બેઠકો મળતી જોવા મળી રહી છે. એટલું જ નહીં 24-48 સીટો અન્યના ખાતામાં ગઈ છે.
રાજ્યોમાં કેવી રહેશે સ્થિતિ?
દેશબંધુના ડેટા મુજબ મહારાષ્ટ્રમાં એનડીએને 18થી 20 બેઠકો મળી શકે છે અને I.N.D.I.A.ને 28થી 30 બેઠકો મળી શકે છે. બિહારમાં એનડીએને 14થી 16 બેઠકો અને I.N.D.I.A.ને 24થી 26 બેઠકો મળી રહી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં NDAને 24-26 અને I.N.D.I.A.ને 3-5 બેઠકો મળતી દેખાઈ રહી છે.
યુપીમાં ભાજપની હાલત કફોડી!
આ એક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં NDAને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં NDAને માત્ર 46 થી 48 સીટો મળી શકે છે, જ્યારે I.N.D.I.A.ને 32 થી 34 સીટો મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 11થી 13 બેઠકો અને ટીએમસીને 26થી 285 બેઠકો મળી શકે છે. એકંદરે, દેશબંધુ એકમાત્ર એક્ઝિટ પોલ સાથે સામે આવ્યો છે જેમાં એનડીએની જગ્યાએ I.N.D.I.A.ને બહુમતી મળી રહી હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર પણ આ એક્ઝિટ પોલની ખૂબ ચર્ચા થઈ રહી છે.