લોકસભા ચૂંટણીમાં કયા પક્ષને કયા રાજ્યમાં કેટલી બેઠક, જુઓ ઈન્ડિયા ટુડે-એક્સિસનો એક્ઝિટ પોલ
Lok Sabha Elections 2024: 18મી લોકસભાની 543 બેઠકો પર સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયું. ભારતીય ચૂંટણી પંચ દ્વારા 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. પરંતુ તે પહેલા 1 જૂનના રોજ મતદાનનો છેલ્લો રાઉન્ડ પૂર્ણ થતાંની સાથે જ એક્ઝિટ પોલના પરિણામો આવી ગયા હતા. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાનો એક્ઝિટ પોલ દેશનો સૌથી વિશ્વસનીય એક્ઝિટ પોલ માનવામાં આવે છે.
વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી અને ડિસેમ્બર 2013 થી ડિસેમ્બર 2023 દરમિયાન 67 વિધાનસભા ચૂંટણીઓ માટે એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવ્યા હતા. આ 69 ચૂંટણીઓમાંથી, ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ 64 ચૂંટણીઓમાં સચોટ સાબિત થયા છે. ચાલો જાણીએ કે આ એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીને કયા રાજ્યમાં કેટલી બેઠકો મળી શકે છે.
ગુજરાત 26 બેઠક
ભાજપ 25-26
કોંગ્રેસ 01
અન્ય 00
બિહાર 40 બેઠક
ભાજપ 13-15
જેડીયુ 09-11
એલજેપીઆર 05
આરજેડી 06-07
કોંગ્રેસ 01-02
અન્ય 01-02
દિલ્હી 07 બેઠક
ભાજપ 06-07
કોંગ્રેસ+આપ 01
અન્ય 01
મધ્ય પ્રદેશ 29 બેઠક
ભાજપ 28-29
કોંગ્રેસ 01
અન્ય 00
ઝારખંડ 14 બેઠક
ભાજપ 08-10
કોંગ્રેસ 02-03
એજેએસયુ 01
સીપીઆઈ 02-03
કર્ણાટક 28 બેઠક
ભાજપ 20-22
કોંગ્રેસ 03-05
જેડીએસ 03
અન્ય 00
કેરળ 20 બેઠક
ભાજપ 02-03
કોંગ્રેસ 13-14
યુડીએફ+ 04
એલડીએફ 00-01
અન્ય 00
રાજસ્થાન 25 બેઠક
ભાજપ 16-19
કોંગ્રેસ 05-07
અન્ય 01-02
તમિલનાડુ 39 બેઠક
ભાજપ 02-04
કોંગ્રેસ 13-15
ડીએમકે 20-22
એઆઈડીએમકે 02
અન્ય 00
છત્તીસગઢ 11 બેઠક
ભાજપ 10-11
કોંગ્રેસ 00-01
હરિયાણા 10 બેઠક
ભાજપ 06-08
કોંગ્રેસ 02-04
આપ 00
પંજાબ 13 બેઠક
ભાજપ 02-04
કોંગ્રેસ 07-09
એસએડી 02-03
આપ 00-02
અન્ય 01
ગોવા 02 બેઠક
ભાજપ 01
કોંગ્રેસ 01
અન્ય 00