Get The App

સિનિયરોની એક્ઝિટ, યુવાઓને પ્રમોશન : ગાંધી પરિવારની આ બે ધારી તલવાર શું કોંગ્રેસને ફરી બેઠી કરી શકશે ?

Updated: Aug 26th, 2022


Google NewsGoogle News
સિનિયરોની એક્ઝિટ, યુવાઓને પ્રમોશન : ગાંધી પરિવારની આ બે ધારી તલવાર શું કોંગ્રેસને ફરી બેઠી કરી શકશે ? 1 - image


- કોંગ્રેસ છોડનારા પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારે દાવો કર્યો હતો કે, જો દિગ્ગજ નેતાઓને પાર્ટીમાં સન્માન નહીં મળે તો તેઓ તેને છોડી શકે છે 

નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર

કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા ગુલાબ નબી આઝાદ અને આનંદ શર્માએ હાલમાં જ પોતાના રાજ્યમાં પાર્ટીના મહત્વના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જોકે, કોંગ્રેસ માટે આ પ્રકારનો રાજકીય ઘટનાક્રમ નવો નથી. પાર્ટી છોડીને જનારા નેતાઓ અને મોટા હોદ્દાથી દૂર રહેતા દિગ્ગજોની યાદી સતત વધી રહી છે. હવે રાજકારણની વર્તમાન સ્થિતિ 'જૂના' કોંગ્રેસીઓની એક્ઝિટ લાઈન 'નવા' કોંગ્રેસીઓના પ્રવેશ અને ગાંધી પરિવારના નજીકના લોકોના વધતા કદ સાથે જોડાયેલી છે.

કોંગ્રેસ છોડનારા પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારે મે મહિનામાં દાવો કર્યો હતો કે, કોંગ્રેસના ઘણા નેતાઓ ટૂંક સમયમાં પાર્ટી છોડી દેશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી આ અંગે કારણ જાણે છે. વધુમા તેમણે કહ્યું હતું કે, જો નેતાઓને પાર્ટીમાં સન્માન નહીં મળે તો તેઓ તેને છોડી શકે છે. હવે તેનું ઉત્તમ ઉદાહરણ શર્માના પદ પરથી રાજીનામું જોઈ શકાય છે જ્યાં તેઓ 'અપમાનિત' હોવાની વાત કરે છે. જોકે, તેમણે કોંગ્રેસ છોડવાની કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો ઈન્કાર કર્યો છે.

- યુવાનોની સમસ્યા

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાને 'યુવાન દેખાડવા'નો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ એકલતા અનુભવી રહ્યા છે. તેથી કેટલાક નેતાઓ G23માં સામેલ છે જેઓ પાર્ટીમાં સંગઠનાત્મક સ્તરે ફેરફારની માંગ કરી રહ્યા છે. વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસનાં શાનદાર ચૂંટણી પ્રદર્શનને જોનારા નેતાઓને લાગે છે કે, રાહુલ અને પ્રિયંકા કેમ્પ દ્વારા તેઓને અલગ રાખવામાં આવ્યા છે.

હવે તેનું ઉદાહરણ સ્વર્ગસ્થ રાજીવ સાતવ સાથે જોડાયેલું છે. એકવાર તેમણે કહ્યું હતું કે, વર્ષ 2019માં કોંગ્રેસના પતન માટે કેટલાક વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ જવાબદાર છે. જોકે, બાદમાં તેમણે આ અંગે સ્પષ્ટતા જાહેર કરી હતી.

કોંગ્રેસને યુવા બનાવવાની તૈયારીમાં પાર્ટીએ પોતાના અનેક દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સામેલ છે તેમણે મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાની હેઠળની સરકારને પછાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ તેઓ ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ સિવાય રાહુલના નજીકના ગણાતા સુષ્મિતા દેવ, ઉત્તર પ્રદેશથી પાર્ટીના મોટા બ્રાહ્મણનો ચહેરો રહેલા જિતિન પ્રસાદનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં યુવા રાષ્ટ્રીય પ્રવક્તા અને વકીલ જયવીર શેરગીલે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 

- કોણ છે CWCમાં સામેલ 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, એકે એન્ટની, અભિષેક મનુ સિંઘવી, અજય માકન, અંબિકા સોની, આનંદ શર્મા, અવિનાશ પાંડે, ગૈખંગમ, ગુલામ નબી આઝાદ, હરીશ રાવત, જયરામ રમેશ, જિતેન્દ્ર સિંહ, કુમારી શૈલજા, કેસી વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, લાલ થનહાવલા, મુકુલ વાસનિક, ઓમાન ચાંડી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પી ચિદમ્બરમ, રણદીપ સિંહ સુરજેવાલા, રઘુવીર સિંહ મીના, તારિક અનવર વગેરે નેતાઓ સામેલ છે.



Google NewsGoogle News