દેશભરમાં પેપર લીકની ગંભીર સમસ્યા, જાણો ગુજરાતમાં કેટલી પરીક્ષાઓ થઈ રદ, સરકારની કાયદો બનાવવાની તૈયારી

પેપર લીકની સમસ્યાના ઉપાય બાબતે કેન્દ્ર સરકાર કાયદો લાવવાની તૈયારીમાં

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
દેશભરમાં પેપર લીકની ગંભીર સમસ્યા, જાણો ગુજરાતમાં કેટલી પરીક્ષાઓ થઈ રદ, સરકારની કાયદો બનાવવાની તૈયારી 1 - image


Exam paper leak problem serious in India:  સરકારી નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સપનું હોય છે, જેને સાકાર કરવા વિધાર્થીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે. પરંતુ આટલી મહેનત કર્યા બાદ જયારે પેપર લીક થાય છે ત્યારે તેમની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળે છે. આવો જ કિસ્સો  28 જાન્યુઆરીએ ઝારખંડ સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા આયોજિત કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષામાં થયો હતો. જેનું ત્રીજું પેપર લીક થયું હતું અને અંતે કમિશને પરીક્ષા રદ કરી હતી. એવામાં જોઈએ ગુજરાતની પરિસ્થિતિ શું છે?

ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં 14 પેપર લીક

વર્ષકઇ પરીક્ષામાં પેપર ફૂટ્યું
2014ચીફ ઓફિસર
2015તલાટી
2016જિ.પંચાયત-તલાટી
2018ટાટ-શિક્ષક
2018મુખ્ય સેવિકા
2018લોકરક્ષક દળ
2019બિનસચિવાલય કારકૂન
2021હેડકલાર્ક
2021વિદ્યૃત સહાયક
2021સબ એડિટર
2022વનરક્ષક
2023જુનિયર કલાર્ક

 

પેપર લીકના ગુનેગારો સામે શું છે સજાનો કાયદો?

પેપર લીકના ગુનેગારો સામે ગુજરાતમાં ત્રણથી દસ વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ ગુનેગારને રૂ. એક લાખથી લઈને રૂ. એક કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને પણ બેથી દસ વર્ષની સજા થઈ શકે છે. તેમજ આ મામલે આરોપીઓને જામીન મળતા નથી.

કડક પગલા લેવા માટે જ આ નવો કાયદો બનાવવાનો નિર્ણય

કેન્દ્ર સરકારે પેપર લીકને રોકવા માટે પાંચમી ફેબ્રુઆરીએ લોકસભામાં પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ ઇન પબ્લિક એક્ઝામિનેશન બિલ, 2024 રજૂ કર્યું હતું. પ્રસ્તાવિત બિલમાં વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલમાં ઉચ્ચ સ્તરીય તકનીકી સમિતિનો પણ પ્રસ્તાવ છે, જે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે. આ કેન્દ્રીય કાયદામાં કેન્દ્રીય યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓને પણ આવરી લેવામાં આવશે. આ બિલમાં ગુનેગારોને દસ વર્ષની જેલ અને રૂ. એક કરોડના દંડની જોગવાઈ છે. 


Google NewsGoogle News