Get The App

યસ બેંકના ભૂતપૂર્વ CEO રાણા કપૂરને દિલ્હી હાઈકોર્ટેમાંથી જામીન મળતા રાહત

ED દ્વારા રૂ. 466.51 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

રાણા કપૂર ઉપર પદનો દુરુપયોગ કરીને પરિવારને ફાયદો કરાવવાનો આરોપ

Updated: Nov 25th, 2022


Google NewsGoogle News
યસ બેંકના ભૂતપૂર્વ CEO રાણા કપૂરને દિલ્હી હાઈકોર્ટેમાંથી જામીન મળતા રાહત 1 - image

નવી દિલ્હી, 25, નવેમ્બર, 2022, શુક્રવાર

સીબીઆઈએ માર્ચ 2020 માં રાણા કપૂર વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો હતો. તેમના પર પદનો દુરુપયોગ કરીને પરિવારને ફાયદો પહોંચાડવાનો આરોપ છે.યસ બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાણા કપૂરને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂરને જામીન આપ્યા છે. ED દ્વારા રૂ. 466.51 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ સુધીર કુમાર જૈને રાણાની જામીન અરજી સ્વીકારી લીધી છે. છેતરપિંડીથી યસ બેંકને 466.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

છેતરપિંડીથી યસ બેંકને 466.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

EDનો આરોપ છે કે રાણા કપૂરે તેમના પરિવાર અને અન્ય જાણીતા વ્યક્તિઓ સાથે જોડાયેલી કંપનીઓને લાભ આપવા માટે લોન આપી હતી. જેના કારણે યશ બેંકને રૂ. 466.51 કરોડનું નુકસાન થયું હતું. આ સમય દરમ્યાન ગૌતમ થાપર, અવંથા રિયલ્ટી લિમિટેડ તથા ઓઇસ્ટર બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ વગેરે સામે 2017 થી 2019મા જાહેર નાણાંનો દુરુપયોગ, કાયદાનો ભંગ, છેતરપિંડી  જેવા ગુનાહિત કાવતરુ કરવાનો આરોપ મૂકી ECIR દ્વારા કેશ નોંધવામાં આવ્યો હતો. આ છેતરપિંડીથી યસ બેંકને 466.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

રાણા કપૂરની ત્રણ દીકરીઓની ધ થ્રી સિસ્ટર્સ નામની કંપની છે

રાણા કપૂરની ત્રણેય દીકરીઓ પણ કેશ બને છે. EDએ કહ્યું કે DHFLએ રાણા કપૂરની દીકરીઓની ડુ ઈટ અર્બન કંપનીને 600 કરોડની લોન આપી હતી. રાણા કપૂરની ત્રણ દીકરીઓની ધ થ્રી સિસ્ટર્સ નામની કંપની છે. રાણા કપૂરની પુત્રીઓ સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

 પ્રિયંકા ગાંધી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા

રાણા કપૂરે કેન્દ્રીય એજન્સીને જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી એમએફ હુસૈનની પેઇન્ટિંગ ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમજ ફોટોગ્રાફમાંથી મળેલી રકમનો ગાંધી પરિવારે ન્યૂયોર્કમાં સોનિયા ગાંધીની સારવાર માટે ઉપયોગ કર્યો હતો. ચાર્જશીટ મુજબ કપૂરે EDને જણાવ્યું હતું કે તત્કાલિન પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ તેમને કહ્યું હતું કે જો તેઓ એમ એફ હુસૈનની પેઇન્ટિંગ ખરીદવાનો ઇનકાર કરે છે તો તે માત્ર ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધોને નુકસાન પહોંચાડશે એટલું જ નહીં પણ 'પદ્મ' એવોર્ડ મેળવવામાં પણ સમસ્યા થશે.



Google NewsGoogle News