Get The App

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન, AIIMSમાં ચાલી રહી હતી કેન્સરની સારવાર

Updated: May 13th, 2024


Google NewsGoogle News

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન, AIIMSમાં ચાલી રહી હતી કેન્સરની સારવાર 1 - image

Sushil Modi Passes Away : બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના વર્તમાન નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ X પર પોસ્ટ કરીને તેમના નિધનની જાણકારી આપી અને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, 'બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી સુશીલ કુમાર મોદીને તેમના નિધન પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. બિહાર ભાજપ માટે આ એક અપુરતી ખોટ છે.'

સુશીલ મોદીએ ખુદ કેન્સર હોવાની માહિતી આપી હતી

તમને જણાવી દઈએ કે સુશીલ મોદી છેલ્લા છ મહિનાથી કેન્સરથી પીડિત હતા. તેમણે 3 એપ્રિલના રોજ X પર પોતાને કેન્સર હોવાની માહિતી આપી હતી. તેમના નિધનની માહિતી બિહારના વર્તમાન નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આપી હતી. સુશીલ કુમાર મોદીનો જન્મ 5 જાન્યુઆરી 1952ના રોજ બિહારની રાજધાની પટનામાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ મોદી અને માતાનું નામ રત્ના દેવી હતું. તેમની પત્ની જેસ્સી સુશીલ મોદી ખ્રિસ્તી ધર્મના છે અને પ્રોફેસર છે. તેમને બે પુત્રો છે, એકનું નામ ઉત્કર્ષ તથાગત અને બીજાનું નામ અક્ષય અમૃતાંક્ષુ છે.


Google NewsGoogle News