Get The App

'EWS ક્વૉટાનો લાભ ફક્ત સામાન્ય વર્ગને કેમ..?' હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી માગ્યો જવાબ

તમામ વર્ગો-જાતિમાં ગરીબ, તો EWSનો લાભ ફક્ત સામાન્ય વર્ગને કેમ? અરજદારે પૂછ્યો સવાલ

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
'EWS ક્વૉટાનો લાભ ફક્ત સામાન્ય વર્ગને કેમ..?' હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી માગ્યો જવાબ 1 - image

image : Twitter



Madhya Pradesh High Court on EWS | મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આર્થિક રીતે નબળા (EWS) લોકોને મળતી અનામતના ક્વૉટાનો લાભ માત્ર સામાન્ય કેટેગરી (General category) ના ઉમેદવારોને આપવા અંગે નોટિસ જારી કરી છે. હાઈકોર્ટે સરકારને છ સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે. 

અરજદારની મજબૂત દલીલ... 

અરજદારે દલીલ કરી છે કે તમામ વર્ગો અને જાતિઓમાં ગરીબો આવેલા છે તો પછી EWS ક્વૉટાનો લાભ ફક્ત સામાન્ય વર્ગના લોકોને જ કેમ આપવામાં આવી રહ્યો છે. શનિવારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિ વિજય મલીમથ અને જસ્ટિસ વિશાલ મિશ્રાની ડબલ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. 

કોણે કરી હતી અરજી? 

‘એડવોકેટ યુનિયન ફોર ડેમોક્રેસી એન્ડ સોશિયલ જસ્ટિસ’ નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને છ સપ્તાહમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. અરજદારે દલીલ કરી હતી કે તમામ વર્ગો અને જાતિઓમાં ગરીબ લોકો હોવા છતાં, EWS કેટેગરીનાના લાભ માત્ર સામાન્ય વર્ગને જ આપવામાં આવી રહ્યા છે જે અન્યાય છે. અરજદારના વકીલ રામેશ્વર પ્રસાદ સિંહે કહ્યું, 'ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી EWS નીતિ અસંગત છે. અરજદારે બંધારણની કલમ 15(6) અને 16(6) હેઠળ કેન્દ્ર સરકારને પડકારી હતી. 2019ના 103માં સુધારામાં એસસી, એસટી અને ઓબીસી અનામત હેઠળ ન આવરી લેવાયેલા લોકોને 10 ટકા ઈડબ્લ્યૂએસ અનામત આપવા માટે બંધારણમાં કલમ 15(6) અને 16(6)ને સામેલ કરાઈ હતી. 

બંધારણમાં શું છે તર્ક? 

બંધારણમાં એવો તર્ક છે કે ઓબીસી, એસસી-એસટીને લાભથી દૂર રાખવામાં આવે. અરજદારનું કહેવું છે કે EWS નીતિ કલમ 14ની વિરુદ્ધ છે. એટલું જ નહીં EWS અનામત એ એક વિશેષ અનામત છે, જે ગેરબંધારણીય છે અને જાતિના આધારે ગરીબો સાથે ભેદભાવ કરે છે. શરૂઆતની સુનાવણી બાદ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.  

'EWS ક્વૉટાનો લાભ ફક્ત સામાન્ય વર્ગને કેમ..?' હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી માગ્યો જવાબ 2 - image


Google NewsGoogle News