For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપે EVM હેક કરી ચૂંટણી જીત્યાનું જાણનારા 11ની હત્યા થઇ હતી: સિબ્બલ

- લંડનમાં પ્રેસ કોન્ફરન્સ માટે ચૂંટણી પંચ, દરેક પક્ષોને આમંત્રણ હતું : કોંગ્રેસ નેતા

- હેકરે આ 11ની હત્યાની જાણકારી આપી હતી, મને ઇમેલ દ્વારા મોકલવામાં આવેલા દસ્તાવેજોમાં પણ ઉલ્લેખ તેવો દાવો

Updated: Jan 22nd, 2019

Article Content Image 
નવી દિલ્હી
, તા. 22 જાન્યુઆરી 2019, મંગળવાર

લંડનમાં એક અમેરિકી હેકરે ઘટસ્ફોટ કર્યો હતો કે 2014ની લોકસભાની ચૂંટણી ભાજપ EVM હેક કરીને જીત્યું છે. હેકરના આ દાવા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન કપિલ સિબ્બલ પણ આ હેકરની પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા, જેને પગલે ભાજપ અનેક આરોપો લગાવી રહી છે.

આ સ્થિતિ વચ્ચે કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે હેકરે જે દાવા કર્યા તે સાચા છે. હેકરે કહ્યું હતું કે EVM હેક કરીને ભાજપ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી જીત્યું છે અને તેની જાણકારી ગોપિનાથ મૂંડેને થઇ જતા તેની હત્યા કરી દેવામાં આવી હતી. સિબ્બલે વધુ એક દાવો કરતા ઉમેર્યું હતું કે માત્ર ગોપિનાથ મૂંડે જ નહીં અન્ય ૧૧ લોકોની પણ હત્યા કરી દેવામાં આવી હતી તેવું પણ હેકરે કહ્યું હતું.

કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે સાયબર એક્સપર્ટ સુજાના જણાવ્યા અનુસાર ૧૨મી મે, ૨૦૧૪ના રોજ લોકસભાની ચૂંટણીના પરીણામો આવ્યા હતા, જેના બીજા જ દિવસે ૧૩મી તારીખે તેલંગાણાના ઉપ્પલ વિસ્તારમાં આવેલા કાકી રેડ્ડી ગેસ્ટહાઉસમાં 11 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.

આ માર્યા ગયેલા 11 લોકો પણ એ 13 લોકોની ટીમમાં સામેલ હતા કે જેઓએ 2014ની લોકસભાની ચૂંટણીમાં EVM હેક કર્યા હતા અને ભાજપને જીત અપાવવામાં મદદ કરી હતી. હેકરની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી અંગે સ્પષ્ટતા કરતા સિબ્બલે જણાવ્યું હતું કે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન ઇન્ડિયન જર્નાલિસ્ટ અસોસિએશને કર્યું હતું, જેણે દરેક રાજકીય પક્ષો ઉપરાંત ચૂંટણી પંચને પણ આમંત્રણ આપ્યું હતું. મારે કોઇ કામ માટે લંડન જવાનું હતું તેથી હું આ પ્રેસ કોન્ફરન્સમાં પણ જતો રહ્યો.

વધુમાં સિબ્બલે દાવો કર્યો હતો કે મને જે દસ્તાવેજ મોકલવામાં આવ્યા તેના પરથી સ્પષ્ટ થાય છે કે EVM બનાવતી કંપની અન્ય એક વિંગ સોલ્યૂશન નામની કંપની સાથે સંકળાયેલી હતી.

આમા વિંગ સોલ્યુશનના માલિક કમલ રાવનું નામ પણ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં કુલ 13 લોકો સામેલ હતા. જ્યારે સાયબર એક્સપર્ટ સુજા ઇસીઆઇએલની રતનનગર ઓફિસમાં કામ કરતા હતા. અને તેની જાણકારી પેમેંટના આધારે પણ કરી શકાય છે.

Gujarat