10 સિગરેટ પીવા જેટલા પ્રદુષણ વચ્ચે જીવે છે દિલ્હીવાસીઓ, ડૉક્ટરોએ કહ્યું- આ ઝેરી હવાના સંપર્કમાં ન આવતા

દિલ્લીનો એર ક્વોલીટી ઇન્ડેક્સ 450ની આસપાસ છે , ત્યારે નોઈડામાં 600ની સીમા સુધી પહોંચી ગયો છે

એક રિપોર્ટ મુજબ સિગારેટમાં 64.8 AQI ઉસર્જીત થાય છે, દિલ્લીમાં હાલ 616 આસપાસ છે તો દરેક વ્યક્તિનું 10 સિગારેટ પીવા બરાબર થયું

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
10 સિગરેટ પીવા જેટલા પ્રદુષણ વચ્ચે જીવે છે દિલ્હીવાસીઓ, ડૉક્ટરોએ કહ્યું- આ ઝેરી હવાના સંપર્કમાં ન આવતા 1 - image


Delhi NCR Air Pollution: હાલ દિલ્લીમાં દરેક ઉમંર વર્ષના લોકો રોજની 10 સિગરેટ પીવા જેટલા પ્રદુષણમાંથી પસાર થાય છે. હાલ દેશની રાજધાની અને તેની આસપાસનો વિસ્તાર ખુબ જ પ્રદુષિત છે. ત્યારે સોમવારે એર ક્વોલીટી ઇન્ડેક્સનું સ્તર 616 સુધી પહોચી ગયું છે. ગુરુગ્રામમાં 516, દિલ્લીમાં 450, એટલે ત્યાના લોકો રોજનું 10 થી 12 સિગરેટ પીવા જેટલું પ્રદુષણ સહન કરે છે. જેમાં લોકોને શ્વાસની સમસ્યા, આંખમાં બળતરા અને એલર્જી જેવી તકલીફો માંથી પસાર થવું પડે છે. આથી ત્યાની હવાની ગુણવતા હાલ ગંભીર શ્રેણીમાં છે 

પ્રદુષણના કારણે હવાની ગુણવતા ખુબ જ ખરાબ 

દિલ્લી એનસીઆરમાં AQI 450 અને નોયડામાં AQI 600 સુધી પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો મુજબ સિગારેટમાં 64.8 AQI ઉસર્જીત થાય છે, દિલ્લીમાં હાલ 616 આસપાસ છે તો દરેક વ્યક્તિનું 10 સિગારેટ પીવા જેટલી પ્રદુષિત હવા લોકો લે છે. 

ક્યાં કેટલો AQI?

સોમવાર સવારના ડેટા મુજબ દિલ્લીમાં એર ક્વોલીટી ઇન્ડેક્સની ગંભીર સ્થિતિ છે. દિલ્લીમાં નવેમ્બર મહિનામાં વધુ પ્રમાણમાં પ્રદુષણ જોવા મળે છે. આ બાબતે સરકાર દર વશે એલાન કરે છે, પામ છતાં ઝેરીલો ધુમાડો તેમના સ્વાસ્થયને ખરાબ અસર કરે જ છે. તેના પર કાબુ મેળવવા માટે હાલ ફાયરબ્રિગેડ કાર્યરત છે. જેના માટે રસ્તાઓ પર પાણી છાંટવામાં આવી રહ્યું છે. જેના કારણે ધૂળ નીચે બેસી જાય અને એર ક્વોલીટી ઇન્ડેક્સમાં સુધારો આવે પણ આ ઉપાય સફળ સાબિત નથી થઇ રહ્યો. 

પ્રદુષણ પર કાબુ મેળવવા માટે GRAPનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો    

દિલ્હી-એનસીઆરમાં બગડતી પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને GRAPનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. GRAP ચોથા તબક્કામાં, જાહેર પ્રોજેક્ટ સંબંધિત બાંધકામ અને દિલ્હીમાં પ્રદૂષિત ટ્રક અને ફોર-વ્હીલર કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાંથી ફક્ત CNG, ઇલેક્ટ્રિક અને BS-VI અનુરૂપ વાહનોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી છે. આ સાથે જ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત રસ્તાઓ, હાઇવે, ફ્લાયઓવર, ઓવરબ્રીજ, પાવર ટ્રાન્સમિશન લાઈન્સ, પાઈપલાઈન જેવી જાહેર યોજનાઓના નિર્માણ કામ પણ બંધ રાખવામાં આવશે. 

દિલ્લી બની ગેસ ચેમ્બર 

સફદરજંગ હોસ્પિટલના ડૉ. નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે વૃદ્ધો, શાળાએ જતા બાળકો અને સગર્ભા સ્ત્રીઓમાં માથાનો દુખાવો, ચિંતા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ નોંધપાત્ર રીતે વધી છે. તેમને કહ્યું હતું કે આ પ્રદૂષણ માટે ટેકનીકલ રીતે સાચો શબ્દ ગેસ ચેમ્બર છે. ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે ઉત્તર કેરોલિનામાં શાળાએ જતા બાળકોમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે AQI ની તેમની ગાણિતિક ક્ષમતાઓ પર સીધી અસર પડે છે. આ ઝેરી હવાના સંપર્કમાં આવવાથી બચવાનો એકમાત્ર ઉપાય છે.

AQI શું છે અને તેને કેવી રીતે માપવામાં આવે છે?

એર ક્વોલીટી ઇન્ડેક્સનો ઉપયોગ રોજની એર ક્વોલીટી તપાસવા માટે થાય છે. જેન દ્વારા હવા કેટલી સાફ કે પ્રદુષિત છે તે જાણી શકાય છે. AQI પ્રદુષિત હવામાં શ્વાસ લીધાના અમુક કલાકો કે દિવસો સુધી તમારા શરીરમાં થતી સ્વાસ્થ્યની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (EPA) પાંચ મુખ્ય એર પોલ્યુશન માટે AQI ની ગણતરી કરે છે, જેના માટે જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે એર ક્વોલીટી ઇન્ડેક્સ ધોરણો સ્થાપિત કરવામાં આવ્યા છે.

એર પોલ્યુશન કેવી રીતે માપવામાં આવે છે?

AQI નો ઉપયોગ હવાની શુદ્ધતા માપવા માટે થાય છે. આ એક એકમ છે, જેના આધારે તે વિસ્તારની હવા કેટલી સ્વચ્છ છે તે જાણી શકાય છે. તેમાં વિવિધ કેટેગરી છે, જેના દ્વારા તે સ્થાનની હવામાં કેટલું પ્રદૂષણ છે તે સમજાય છે. હવા ગુણવત્તા સૂચકાંક મુખ્યત્વે 8 પ્રદૂષકો (PM10, PM2.5, NO2, SO2, CO, O3, NH3, અને Pb)થી બનેલો છે. PM2.5 અને PM10નો ઉપયોગ ઓગળેલા ઝેરી અને માટીના કણોને માપવા માટે થાય છે.

10 સિગરેટ પીવા જેટલા પ્રદુષણ વચ્ચે જીવે છે દિલ્હીવાસીઓ, ડૉક્ટરોએ કહ્યું- આ ઝેરી હવાના સંપર્કમાં ન આવતા 2 - image



Google NewsGoogle News