'દરેક નાગરિકને સરકારના નિર્ણયની ટીકા કરવાનો અધિકાર...' સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
'દરેક નાગરિકને સરકારના નિર્ણયની ટીકા કરવાનો અધિકાર...' સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 08 માર્ચ 2024 શુક્રવાર

સુપ્રીમ કોર્ટે કલમ 370ને રદ કરવાની ટીકા કરનાર વ્હોટ્સએપ સ્ટેટસના આધારે એક પ્રોફેસર સામે નોંધાયેલી FIRને રદ કરતા કહ્યુ કે દરેક નાગરિકને સરકારના કોઈ પણ નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ સાથે બોમ્બે હાઈકોર્ટના આદેશને પલટી દીધો. 

પ્રોફેસર જાવેદ અહેમદ હજામ સામે કોલ્હાપુરના હટકનંગલે પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 153 એ (સાંપ્રદાયિક વિસંગતતાને પ્રોત્સાહન આપવું) હેઠળ કેસ નોંધ્યો હતો. વ્હોટ્સએપ પર હજામે લખ્યુ હતુ કે પાંચ ઓગસ્ટ-કાળો દિવસ જમ્મુ-કાશ્મીર, 14 ઓગસ્ટ- હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે પાકિસ્તાન.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે પાંચ ઓગસ્ટે જે દિવસે જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને હટાવવામાં આવી હતી તેને કાળો દિવસ તરીકે દર્શાવવો વિરોધ અને પીડાની અભિવ્યક્તિ છે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યુ કે પાકિસ્તાનના લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપવી એક સદ્ભાવના સંકેત છે અને તેને વિભિન્ન ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા ખરાબ ઇચ્છાની લાગણીઓ પેદા કરવા માટે કહી શકાય નહીં. દરેક નાગરિકને અન્ય દેશોના નાગરિકોને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવાનો અધિકાર છે.

જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યુ- ભારતનું બંધારણ, કલમ 19(1)(એ) હેઠળ, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપે છે. આ ગેરંટી હેઠળ દરેક નાગરિકને કલમ 370 ને રદ કરવા સહિત સરકારના દરેક નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે. તેમને એ કહેવાનો અધિકાર છે કે તે સરકારના કોઈ પણ નિર્ણયથી નાખુશ છે. 


Google NewsGoogle News