'મંદિરો પર લાગેલા લાઉડસ્પીકર પણ ડિસ્ટર્બ કરે છે': IAS શૈલબાલા માર્ટિનની ટિપ્પણી પર મચ્યો હોબાળો
Image: Facebook
IAS Shailbala Martin: મધ્ય પ્રદેશમાં અત્યારે મંદિરો પર વાગનાર લાઉડસ્પીકરોને લઈને ચર્ચા ગરમાઈ ગઈ છે. આ મામલે એક મહિલા આઈએએસ અધિકારીના ટ્વિટ બાદ વિવાદ વધ્યો છે. શૈલબાલા માર્ટિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મંદિરો પર લાગેલા લાઉડસ્પીકરને લઈને સવાલ કર્યા છે. જો કેહિંદુ સંગઠનોએ તેમના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને કોંગ્રેસે કહ્યું કે આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને યોગ્ય સવાલ ઉઠાવ્યા છે.
શૈલબાલા માર્ટિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે 'મંદિરો પર લાગેલા લાઉડસ્પીકર ઘણે દૂર સુધી અવાજનું પ્રદૂષણ ફેલાવે છે. આ સ્પીકર્સ અડધી રાત સુધી વાગે છે તો કોઈને કોઈ ડિસ્ટર્બન્સ થતું નથી.’ આ બધું તેમણે એક પોસ્ટને રિપોસ્ટ કરતાં લખ્યું છે, જેની સામે હિંદુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે.
હિંદુવાદી સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી
આઈએએસ અધિકારીની પોસ્ટને હિંદુવાદી સંગઠન સંસ્કૃતિ બચાઓ મંચના પ્રમુખ ચંદ્રશેખર તિવારીએ અયોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું છે કે, ‘આ અધિકારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીશું. મંદિરોમાં મધુર અવાજમાં આરતી અને મંત્રોનું ઉચ્ચારણ થાય છે. મંદિરોમાં લાઉડ સ્પીકર પર 5 વખત અજાનની જેમ કંઈ બોલવામાં આવતું નથી.’
આ પણ વાંચો: કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈને આપી હત્યાની ધમકી, એક કરોડ 11 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર
આ દરમિયાન તેમણે આઈએએસ અધિકારીને સવાલ પણ કર્યો કે ‘શું મોહરમના જુલૂસ પર કોઈએ પથ્થરમારો થતો જોયો છે?’ હિંદુઓના જુલૂસ પર પથ્થરમારો થઈ રહ્યો છે અને કોઈને હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા અબ્બાસ હફીઝે કહ્યું કે આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને યોગ્ય સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ મહિલા અધિકારીનું સમર્થન કરતાં કહ્યું કે ‘જો કે ભાજપ સરકારની કાર્યવાહી રાજકારણથી પ્રેરિત હોય છે.’
શૈલબાલા માર્ટિન કોણ છે?
મધ્ય પ્રદેશના રહેવાસી શૈલબાલા માર્ટિનનો જન્મ 9 એપ્રિલ 1965એ થયો હતો. રાજ્ય સરકારની વેબસાઈટ અનુસાર તેમણે 12 જૂન 2017એ આઈએએસમાં પ્રમોશન મળ્યા પહેલા રાજ્ય સિવિલ સેવામાં કારકિર્દી શરૂ કરી હતી. ઈન્દોરના હોલકર સાયન્સ કોલેજથી આર્ટ્સમાં એમએ કર્યા બાદ તેઓ 2009માં રાજ્ય સિવિલ સેવામાં જોડાયા. કારકિર્દી દરમિયાન તેમણે 2014માં આરોગ્ય વિભાગમાં, 2019માં બુરહાનપુરના મ્યુનિસિપલ કમિશનર તરીકે અને તે જ વર્ષે નિવાડી જિલ્લાના કલેક્ટર સહિત ઘણાં હોદ્દા પર કામ કર્યું છે. 25 જાન્યુઆરી 2022થી તેઓ જીએડી ડિપાર્ટમેન્ટમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત છે.