ચૂંટણી પહેલાં ઝારખંડમાં પણ ભાજપે કાતર ફેરવી, 30 બળવાખોરોને પાર્ટી બહારનો રસ્તો બતાવ્યો
Image: Wikipedia
Jharkhand Assembly Election: ઝારખંડમાં પહેલા તબક્કાના મતદાન પહેલા ભાજપે આકરું વલણ અપનાવ્યું છે. પાર્ટીએ જાહેર ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરનાર 30 નેતાઓને પાર્ટીથી કાઢી મૂક્યા છે. તેની જાણકારી પાર્ટીએ એક નિવેદન દ્વારા આપી. ભાજપે જણાવ્યું કે વિભિન્ન વિધાનસભા બેઠકો પર પાર્ટી ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર 30 નેતાઓને કાઢી મૂકાયા છે.
પાર્ટીએ જણાવ્યું કે તમામ બળવાખોર ભાજપ નેતાઓને છ વર્ષ માટે પાર્ટીથી કાઢી મૂકાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીના આદેશ પર મહામંત્રી અને સાંસદ ડો.પ્રદીપ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરીને પાર્ટીની નીતિઓ વિરુદ્ધ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા આવા 30 ભાજપના બળવાખોર નેતાઓને પાર્ટીથી છ વર્ષ માટે હાંકી કઢાયા છે.
આ પણ વાંચો: 'ગઠબંધન ધર્મનું પાલન નથી થતું...' ભાજપ-શિંદેની સેના વચ્ચે ખટરાગ, ચૂંટણી પહેલાં જ કરી ફરિયાદ
ભાજપ પ્રદેશ કાર્યાલયથી જાહેર ખબર અનુસાર ચંદ્રમા કુમારી પલામૂ, કુમકુમ દેવી હજારીબાગ, લક્ષ્મી દેવી પલામૂ, જૂલી યાદવ દુમકા, બલવંત સિંહ લાતેહાર, અરવિંદ સિંહ ખરસાવાં, બટેશ્વર મહેતા, હજારીબાગ, ભૈય્યા બાંકે બિહારી હજારીબાગ, ચિત્તરંજન સાવ બોકારો, કર્નલ સંજય સિંહ પલામૂ, હર્ષ અજમેરા હજારીબાગ, હજારી પ્રસાદ સાહૂ રાંચી ગ્રામીણ, મિસિર કુજૂર ગુમલા, મિસ્ત્રી સોરેન પાકુડ, મુકેશ કુમાર શુક્લા પાકુડ, પુષ્પરંજન પલામૂ અને રાજકુમાર સિંહ જમશેદપુર મહાનગરને કાઢી મૂકાયા છે.
આ સિવાય રામાવતાર કેરકેટ્ટા રાંચી ગ્રામીણ, રામદેવ હેમ્બ્રમ પૂર્વી સિંહભૂમ, રામેશ્વર ઉરાંવ લોહરદગા, સંતોષ પાસવાન લાતેહાર, શિવચરણ મહતો પાકુડ, શિવશંકર બડાઈક ખૂંટી, શિવ શંકર સિંહ જમશેદપુર, સુરેન્દ્ર મોદી હજારીબાગ, ઉપેન્દ્ર યાદવ ગઢવા, ઉમેશ ભારતી ચતરા, વિકાસ સિંહ જમશેદપુર મહાનગર, વિમલ બૈઠા જમશેદપુર મહાનગર, વિનોદ સિંહ પલામૂને પણ પાર્ટીથી છ વર્ષો માટે હાંકી કઢાયા છે. ઝારખંડની 81 સદસ્યીય વિધાનસભા માટે ચૂંટણી 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.