ઇલેક્શન કાર્ડમાં ભૂલ હોય તો પણ કરી શકશો મતદાન, ચૂંટણી પંચે આપ્યો સરળ વિકલ્પ, જાણો

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
ઇલેક્શન કાર્ડમાં ભૂલ હોય તો પણ કરી શકશો મતદાન, ચૂંટણી પંચે આપ્યો સરળ વિકલ્પ, જાણો 1 - image


Lok Sabha Elections 2024 : કોઈપણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને સૂચનાઓ આપી છે. કમિશને કહ્યું છે કે કારકુની અથવા જોડણી સંદર્ભે કોઈ ભૂલો હોય તો નજર અંદાજ કરવી જોઈએ, મતદારની ઓળખ મતદાર ઓળખ કાર્ડ દ્વારા કરી શકાય છે.

આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે અન્ય કોઈપણ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી દ્વારા જારી કરાયેલ મતદાર ઓળખના પૂરાવા રુપે સ્વીકારવામાં આવશે, જો કે મતદારનું નામ તે મતદાન કેન્દ્રની મતદાર યાદીમાં હોય, જ્યાંથી તે આવ્યા છે.

મતદારે વૈકલ્પિક ફોટો ઓળખ દસ્તાવેજ રજૂ કરવો આવશ્યક છે

ફોટા સાથે મેળ ન ખાતા હોય તેવા કિસ્સામાં મતદારે ચૂંટણી પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે. ચૂંટણી પંચે ગયા મહિને જારી કરેલા એક આદેશમાં કહ્યું હતું કે, જે મતદારો તેમના મતદાર ઓળખપત્ર રજૂ કરવામાં સક્ષમ નથી, તેઓએ પોતાની ઓળખ આપવા માટે વૈકલ્પિક ફોટોવાળુ ઓળખ પત્ર દસ્તાવેજોમાંથી એક રજૂ કરવાનું રહેશે.

આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડનો ઉપયોગ કરી શકાશે

જેમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, પાન કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



Google NewsGoogle News