Get The App

રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટેડ સાંસદ જોડાયા તો ય રાજ્યસભામાં ભાજપ નબળો! જાણો કેટલું છે સંખ્યાબળ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટેડ સાંસદ જોડાયા તો ય રાજ્યસભામાં ભાજપ નબળો! જાણો કેટલું છે સંખ્યાબળ 1 - image


Image: Facebook

Nominated MP Satnam Singh Sandhu: રાજ્યસભામાં ભાજપ સાંસદોની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે. નોમિનેટેડ સાંસદ સતનામ સિંહ સંધૂ ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં સામેલ થયા બાદ તેમણે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી. અવિશ્વાસ કાયદા હેઠળ નોમિનેટેડ સાંસદ રાજ્યસભામાં નામાંકનની છ મહિનાની અંદર કોઈ પણ રાજકીય દળમાં સામેલ થઈ શકે છે. સંધૂ 30 જાન્યુઆરીએ નોમિનેટ થયા હતાં. આ રીતે તેમની પાસે કોઈ પણ દળના સભ્ય બનવા માટે 30 જુલાઈ સુધીનો સમય હતો. તેમણે ભાજપનો હાથ પકડ્યો છે અને આ રીતે ભાજપની રાજ્યસભામાં 87 બેઠકો થઈ ગઈ છે. 

રાજ્યસભામાં ભાજપની શક્તિ

આ પહેલા રાજ્યસભામાં ભાજપની સભ્ય સંખ્યા 86 પર આવી ગઈ હતી. જોકે હવે સતનામ સિંહ સંધૂ ભાજપમાં સામેલ થવાથી આ સંખ્યા 87 થઈ ગઈ છે. તેમ છતાં રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા હજુ પણ 90થી નીચે જ છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ મહિને કેન્દ્ર સરકારની તરફથી નામાંકિત ચાર સાંસદોનો કાર્યકાળ ખતમ થઈ ગયો. જે બાદ રાજ્યસભામાં ભાજપ સાંસદોની સંખ્યા ઘટીને 86 થઈ ગઈ હતી. NDAની પાસે પણ ગૃહમાં 101 સાંસદોની તાકાત છે, જે બહુમતથી ખૂબ ઓછી છે. દરમિયાન ભાજપનું ફોકસ હવે રાજ્યસભામાં બહુમત એકત્ર કરવા પર હશે. 

કોણ છે સતનામ સિંહ સંધૂ

રાષ્ટ્રપતિએ આ વર્ષે ચંડીગઢ યુનિવર્સિટીના કુલપતિ અને જાણીતા શિક્ષણશાસ્ત્રી સતનામ સિંહ સંધૂની રાજ્યસભાના નોમિનેટેડ સાંસદ તરીકે નિમણૂક કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સભ્યતા પ્રાપ્ત કરવા બદલ સતનામ સિંહ સંધૂને શુભકામનાઓ આપી હતી. ખેડૂતના પુત્ર સતનામ સિંહ સંધૂએ તેમના સમર્પણના આધારે દેશના ટોચના શિક્ષણશાસ્ત્રીની ઓળખ પ્રાપ્ત કરી છે.

સંઘર્ષોથી ભરાયેલું બાળપણ

ખેડૂત સંધૂએ શિક્ષણ મેળવવા માટે બાળપણથી ખૂબ સંઘર્ષ કર્યો. સતનામ સિંહ સંધૂની અભ્યાસ માટે ધગશ જ હતી જેના કારણે તેમણે વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થા ચંડીગઢ ગ્રૂપ ઓફ કોલેજનો પાયો નાખ્યો. વર્ષ 2001માં મોહાલીના લાંડરાંમાં ચંદીગઢ ગ્રૂપ ઓફ કોલેજનો પાયો નાખીને તેમણે તેને વિશ્વ સ્તરીય શૈક્ષણિક સંસ્થાની ઊંચાઈ સુધી લઈ જવાને પોતાના જીવનનું મિશન બનાવ્યું. પછી વર્ષ 2012માં ચંડીગઢ યુનિવર્સિટીની રચનાની સાથે એક પગલું આગળ વધાર્યું. જેને ક્યૂએસ વર્લ્ડ રેન્કિંગ 2023માં એશિયામાં ખાનગી યુનિવર્સિટીમાં અગ્રણી તરીકે સ્થાન મળ્યું.

વિદ્યાર્થીઓની કરે છે આર્થિક મદદ

સતનામ સિંહ સંધૂનું બાળપણ ખૂબ સંઘર્ષથી ભરેલું હતું. તેમણે પોતાનું શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કર્યો. પોતાના સંઘર્ષ ભરેલા બાળપણના કારણે જ તેઓ જીવનમાં જેમ - જેમ આગળ વધ્યા, એક કટ્ટર પરોપકારી બનતાં ગયા. તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ ઘણી લખત વિદ્યાર્થીઓની આર્થિક મદદ કરતાં રહ્યાં છે. તેઓ જનતાના આરોગ્ય અને કલ્યાણમાં સુધારાના સામુદાયિક પ્રયત્નોમાં સક્રિયરીતે સામેલ છે. તેઓ દેશમાં સાંપ્રદાયિક સદ્ભાવને આગળ વધારવા માટે બે બિન સરકારી સંગઠન- ઈન્ડિયન માઈનોરિટીજ ફાઉન્ડેશન અને ન્યૂ ઈન્ડિયા ડેવલપમેન્ટ (NID) ફાઉન્ડેશન ચલાવે છે.


Google NewsGoogle News