ભલે હું 90 વર્ષનો થઈ જાવ પરંતુ......: ચૂંટણીના એલાન વચ્ચે શરદ પવારનું નિવેદન
Image: Facebook
Maharashtra Assembly Election: મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થવાની છે. ચૂંટણી પંચ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરશે. આ દરમિયાન સીનિયર નેતા શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભલે મારી ઉંમર 84 વર્ષ છે, પરંતુ હું રોકાવાનો નથી. એટલું જ નહીં ભલે મારી ઉંમર 90 વર્ષ થઈ જાય પરંતુ હું આ રીતે કામ કરતો રહીશ. શરદ પવારનું કહેવું છે કે તે મહારાષ્ટ્રને યોગ્ય માર્ગે લાવીને જ રહેશે અને આ માટે દરેક સમયે કામ કરશે. તેમનો ઇશારો અજીત પવાર તરફ હતો. શરદ પવાર હાલ એનસીપી-એસપીના નેતા છે. તેમણે આ નવી પાર્ટી ત્યારે બનાવવી પડી હતી જ્યારે ગયા વર્ષે અજીત પવાર બળવો કરી અલગ થઈ ગયા હતા.
શરદ પવારે એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર લાડકી બહેન યોજના પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 'બહેન તો બારામતીમાં પણ હતી પરંતુ ત્યાં તેમની સામે ચૂંટણી લડવામાં આવી. પહેલા તો બહેન વિરુદ્ધ ચૂંટણી પ્રચાર થયો અને લડત કરવામાં આવી. તે બાદ જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા તો તે બહેનને યાદ કરવા લાગ્યા. અમારી સામે સવાલ એ છે કે આખરે મહારાષ્ટ્ર કોના હાથમાં રહેવું જોઈએ. આ સામાન્ય લોકોના હાથમાં રહે કે પછી કોઈ અન્યને કમાન મળે.'
આ પણ વાંચો: આ દિગ્ગજ નેતા હશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો ચહેરો? શરદ પવારના નિવેદન બાદ રાજકારણમાં હડકંપ
પવારે કહ્યું કે તમે જ્યારે પણ સમાચાર પત્ર ખોલો છો તો એક નવી સ્કીમ વાંચો છો. ક્યારેક તે બહેનો વિશે હોય છે. દરેક બહેનનું સન્માન કરે છે. પરિવારમાં તે સૌથી મહત્ત્વની હોય છે અને તેનું સન્માન કરવાથી તમામને ખુશી મળે છે પરંતુ મહત્ત્વનું એ છે કે ગત 10 વર્ષોમાં બહેનોને યાદ કરવામાં આવી નથી. દેવેન્દ્ર ફડણવીસના સમયમાં સમગ્ર 5 વર્ષ વીતી ગયા અને બહેનોની યાદ આવી નહીં. તે બાદ પણ બહેનોને યાદ કરવામાં આવ્યા નહીં. તેમની યાદ તે સમયે આવી, જ્યારે લોકસભા ચૂંટણીમાં 48માંથી 31 બેઠકો મહાવિકાસ અઘાડીએ જીતી લીધી.
સામાન્ય જનતા આ નેતાઓથી વધુ તેજ છે. બારામતીમાં પણ એક બહેન સામે ચૂંટણી જંગ હતો પરંતુ જનતાએ બહેનનો સાથ આપ્યો. આ દરમિયાન શરદ પવારે પોતાના અડગ રહેવાની વાત પણ કહી. તેમણે કહ્યું કે ભલે હું 90 વર્ષનો થઈ જાવ, પરંતુ આવા જ કામ કરતો રહીશ. મેં 60 વર્ષોથી એક પણ રજા લીધી નથી. મેં 14 વખત ચૂંટણી લડી. 7 વખત લોકસભા ઈલેક્શનમાં ઉતર્યો અને એટલી જ વખત વિધાનસભામાં લડ્યો. તમારા લોકોની સેવામાં મે એક પણ રજા આજ સુધી લીધી નથી.