Get The App

અવકાશમાંથી કેવો દેખાય છે રામસેતુ ? યુરોપિયન એજન્સીએ શેર કરી સુંદર તસવીર

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Ram Setu Image
Image by European Space Agency

European Space Agency Shared Ram Setu Bridge Image : હિન્દુ ધર્મમાં રામસેતુનું ખૂબ જ મહત્વ છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામની વાનરસેનાએ રામસેતુ તૈયાર કર્યો હતો. આ રામસેતુ હજુ પણ ભારત અને શ્રીલંકા વચ્ચે જોવા મળે છે. ભારતના રામેશ્વરમથી શ્રીલંકા વચ્ચે આવેલા આ ‘સેતુ’ને એડમ બ્રિજ તરીકે ઓખવામાં આવે છે. આમ તો ઘણા લોકોએ આ બ્રિજ નિહાળ્યો હશે, પરંતુ યૂરોપિયન સ્પેસ એજન્સીએ આ બ્રિજને વિશેષ તસવીર શેર કરી છે. એજન્સીએ કોમરનિકસ સેન્ટિનલ-2 સેટેલાઈટ દ્વારા રામસેતુની તસવીર ખેંચી છે અને તેણે સોશિયલ મીડિયા પર પણ આ તસવીર શેર કરી છે. 

48 કિલોમીટર લાંબો રામસેતુ પુલ

રામસેતુ પુલ ધાર્મિક દ્રષ્ટિએ ભારત અને શ્રીલંકા માટે ખૂબ જ મહત્વનો છે. આ પુલ તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાનાં રામેશ્વરમના દરિયા કિનારેથી શરૂ થાય છે અને તેનો છેડો છેક શ્રીલંકાના મન્નાર ટાપુ પર પુરો થાય છે. આ રામસેતુપુલની લંબાઈ કુલ 48 કિલોમીટર છે.

રામસેતુ સાથે જોડાયેલી 10 રસપ્રદ વાતો

  • વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન રામની જ્યારે શ્રીલંકા પહોંચવું હતું ત્યારે વાનરસેનાએ આ સેતુનું નિર્માણ કર્યું હતું.
  • પુરાણો અનુસાર શ્રીલંકામાં જવા માટે બીજો કોઈ રસ્તો જ ન હોવાથી વાનરસેનાએ સમુદ્રમાં પુલ બનાવીને તેને પાર કરવાનો નિર્ણય કર્યો હતો.
  • એક માન્યતા અનુસાર રામસેતુ નિર્માણ પાંચ દિવસમાં થયું હતું. જેમાં પહેલા દિવસે 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને 23 યોજન નું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. એક યોજન આશરે ૧૩ થી ૧૫ કિલોમીટર લાંબુ હતું.
  • ધાર્મિક ગ્રંથો અનુસાર રામસેતુની લંબાઈ સો યોજન છે જ્યારે એની પહોળાઈ આશરે દસ યોજનની છે.
  • વાલ્મિકી રામાયણ અનુસાર રામસેતુના નિર્માણનું કામ વિશ્વકર્માના પુત્ર નળે કર્યું હતું. હિંદુ પુરાણોમાં નળને રામસેતુના પ્રથમ શિલ્પકાર એટલે કે એન્જિનિયર માનવામાં આવે છે.
  • રામસેતુ ભારતના દક્ષિણ-પૂર્વમાં રામેશ્વરમ અને  શ્રીલંકાના પૂર્વોત્તરમાં મનના ટાપુની વચ્ચે ઉંચી નીચી ટેકરીઓની એક ચેન છે. સમુદ્રમાં આ ટેકરીઓની ઊંડાઈ પાંચ ફૂટથી લઈને ૩૦ ફૂટ વચ્ચેની છે.
  • કહેવાય છે કે ૧૫મી સદી સુધી રામસેતુ પર ચાલીને રામેશ્વરથી મન્નાર ટાપુ સુધી જવાતું હતું પરંતુ ઇ.સ 1480માં આવેલા તોફાનમાં આ પુલ તૂટી ગયો અને પાણીમાં ડૂબી ગયો.
  • રામસેતુ કેટલો પ્રાચીન છે એને લઈને પણ વિવિધ માન્યતાઓ છે. કેટલાક પૌરાણિક ગ્રંથો અનુસાર આ પુલ આશરે 3500 વર્ષ જૂનો છે. તો કેટલાક તેને સાત હજાર વર્ષ જૂનો પણ કહે છે.
  • રામસેતુના નિર્માણ માટે વાનરસેનાએ પથ્થરો, વૃક્ષની ડાળખીઓ અને પાંદડાઓનો ઉપયોગ કર્યો હતો. આ પુલની ખાસ વાત એ હતી કે તેના પથ્થર કદી સમુદ્રમાં ડૂબતા નહોતા.
  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રામસેતુ પુલ બનાવવા માટે જે પથ્થરો વપરાયા હતા તે પ્યુમાઇસ સ્ટોન હતા. આ પથ્થર જ્વાલામુખીના લાવાથી ઉત્પન્ન થાય છે.

Google NewsGoogle News