રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવા વિદેશમંત્રી જયશંકરે પુતિનને આપી 4 પોઈન્ટની ફોર્મ્યુલા, જાણો શું કહ્યું
India gave Putin 4 formulas to stop Russia Ukraine war: વ્લાદિમીર પુતિને તાજેતરમાં કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ભારત અને ચીન મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. એ પછી તરત જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મોસ્કોની મુલાકાતે ગયા હતા. હાલમાં બર્લિનની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રીએ બુધવારે રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં ભારતની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે ભારતે રશિયાને યુદ્ધ રોકવા માટે 4 પોઈન્ટની ફોર્મ્યુલા આપી છે.
વિદેશમંત્રીએ આ ચાર પોઈન્ટની આપી ફોર્મ્યુલા
વિદેશમંત્રી એસ જયશંકરને યુદ્ધ વિશે પૂછવામાં આવેલા સવાલ તેમણે કહ્યું કે, 'ભારત ચાર સિદ્ધાંતોમાં વિશ્વાસ કરે છે.
- આ શાંતિનો સમય હોવો જોઈએ.
- યુદ્ધના મેદાનમાં કોઈ સમાધાન નહીં આવે.
- કોઈપણ સફળ શાંતિ પ્રક્રિયા માટે રશિયાએ વાટાઘાટો માટે ટેબલ બેસવુ જરુરી.
- ભારત સંઘર્ષને ઉકેલવાનો માર્ગ શોધવાની કોશિશમાં "ચિંતિત અને વ્યસ્ત" છે.
જ્યારે કોઈ ચર્ચા થાય, તો જ કોઈ ઉકેલ મળી શકે છે: ભારત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લા બે મહિનામાં મોસ્કો અને કિવની મુલાકાતોનું વર્ણન કરતાં જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની રશિયાની વર્તમાન મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "અમે નથી માનતા કે યુદ્ધ દ્વારા વિવાદો ઉકેલ આવી શકે. અમારુ માનવું છે કે, જ્યારે કોઈ ચર્ચા થાય, તો જ કોઈ ઉકેલ મળી શકે છે. અને રશિયાએ તેમાં ભાગ લેવો જોઈએ. જ્યાં સુધી ભારતનો સવાલ છે, તે રશિયા અને યુક્રેનની ઈચ્છા પર નિર્ભર છે. અમે તેમની સાથે સતત વાત કરીએ છીએ."
યુદ્ધ પર ચીનની રણનીતિ ફ્લોપ સાબિત થઈ
એક તરફ ભારત રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. તો બીજી બાજુ ચીનનું આ મામલે ઢીલું વલણ પણ જોવા મળી રહ્યું છે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પછી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું કે, ભારત અને ચીન યુદ્ધ રોકવામાં ભૂમિકા ભજવી શકે છે. દબાણ વધતા જ ચીનના વિદેશ મંત્રાલય તરફથી એક વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, "જો ચીન ઈચ્છે તો પણ આ મામલે કંઈ કરી શકે તેમ નથી. કારણ કે ભલે ચીન અને રશિયા વચ્ચે સારા સંબંધો હોય, પરંતુ ચીન અને યુક્રેન વચ્ચે ગાઢ સંબંધો નથી."
પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક
ભારત અને રશિયાની મિત્રતા જગજાહેર છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લઈને માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. યુક્રેનની મુલાકાત લેનાર તેઓ પ્રથમ ભારતીય પીએમ બન્યા છે. બંને દેશોની નિકટતાના કારણે ભારતને જે ફાયદાઓ છે, ચીન તેનાથી માઈલો દૂર છે. હવે પીએમ મોદીએ કોઈ પણ વિલંબ કર્યા વિના અજીત ડોભાલને મોસ્કોની મુલાકાતે મોકલ્યા છે, જેથી શક્ય તેટલી વહેલી તકે પુનઃ શાંતિ સ્થાપિત કરી શકાય.