Get The App

12 કલાકમાં 2 ટ્રેન આગની લપેટમાં, વૈશાલી એક્સપ્રેસમાં 19 ઘવાયા, એક ટ્રેનના 3 કોચ બળીને રાખ

એક ટ્રેન દિલ્હીથી સહરસા જઈ રહી હતી જ્યારે બીજી ટ્રેન દિલ્હીથી દરભંગા જઈ રહી હતી

દરભંગા જતી ટ્રેનના આગની લપેટમાં આવેલા 3 કોચમાં 500 મુસાફર હાજર હતા

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
12 કલાકમાં 2 ટ્રેન આગની લપેટમાં, વૈશાલી એક્સપ્રેસમાં 19 ઘવાયા, એક ટ્રેનના 3 કોચ બળીને રાખ 1 - image

image : Twitter



Uttarpradesh Train Fire News | માત્ર 12 કલાકના સમયગાળામાં બે ટ્રેન દુર્ઘટનાના અહેવાલ મળ્યાં. જેમાં યુપીના ઈટાવામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. અહીં દિલ્હીથી સહરસા જતી 12554 નંબરની વૈશાલી એક્સપ્રેસમાં આગ લાગી ગઇ હતી. પેન્ટ્રી કાર નજીકના કોચ S6માં આ ઘટના બની હતી. જેમાં લગભગ 19 મુસાફરો ઘવાયાની માહિતી મળી છે. જોકે ઘટના પાછળનું કારણ હજું જાણી શકાયું નથી. રેલવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. 

ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા 

માહિતી અનુસાર આગની ઘટના બાદ પીડિત 11 મુસાફરોને સૈફઈ મેડિકલ કોલેજ મોકલાયા હતા. જ્યારે 8 મુસાફરોને હેડક્વાર્ટરના ડૉ. ભીમરાવ આંબેડકર રાજકીય સંયુક્ત હોસ્પિટલ મોકલાયા હતા. 

દિલ્હીથી દરભંગા જતી ટ્રેનમાં પણ આગની ઘટના બની 

અગાઉ દિલ્હીથી દરભંગા જતી ટ્રેનના 3 કોચમાં આગની ઘટના બની હતી. તેમાં એક સ્લીપર કોચ અને બે જનરલ કોચ સામેલ હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો નહોતો. આગ પર કાબૂ મેળવાયા બાદ સળગી ગયેલા ત્રણ કોચને ટ્રેનથી અલગ કરાયા હતા. તેના પછી અન્ય કોચમાં મુસાફરોને બેસાડીને રવાના કરાયા હતા. દરભંગા જતી ટ્રેનમાં આ ત્રણ કોચમાં આશરે 500 લોકો મુસાફરી કરી રહ્યા હતા. એક યાત્રીના જણાવ્યાનુસાર આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હતી. 

12 કલાકમાં 2 ટ્રેન આગની લપેટમાં, વૈશાલી એક્સપ્રેસમાં 19 ઘવાયા, એક ટ્રેનના 3 કોચ બળીને રાખ 2 - image


Google NewsGoogle News