ESICમાં ભરતીની જાહેરાત, આ રીતે ફટાફટ કરો અરજી, 30 ઓક્ટોબર છેલ્લી તારીખ

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે

આ ભરતી અભિયાન અંતર્ગત કુલ 275 પદ માટે જગ્યાઓ ભરવાની છે

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ESICમાં ભરતીની જાહેરાત, આ રીતે ફટાફટ કરો અરજી, 30 ઓક્ટોબર છેલ્લી તારીખ 1 - image

તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર 

ESIC Jobs 2023: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં મોટા પદ સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી અભિયાનમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ તેના અધિકૃત વેબસાઈટ esic.gov.in પર જઈ ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માટે આપેલા સ્ટેપ પ્રમાણે અરજી કરી શકો છો. 

આ ભરતી અભિયાન અંતર્ગત કુલ 275 પદ માટે જગ્યાઓ ભરવાની છે. અભિયાનમાં દ્વારા પેરામેડિકલના પદની જગ્યા પણ ભરવામાં આવશે.

ESIC Jobs 2023:માં કઈ રીત કરવામાં આવશે પસંદગી

જે ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરી હશે. તેમણે લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષામાં ઉમેદવારના પ્રદર્શનના આધારે તેની પસંદગી કરવામાં આવશે. તો મેડિકલ રેકોર્ડ આસિસ્ટેન્ટના પદની પસંદગી લેખિત પરીક્ષા અને ટાઈપિંગ/ ડેટા એન્ટ્રીના આધારે કરવામાં આવશે. આ બાબતે વધુ જાણકારી માટે ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પર જઈ માહિતી મેળવી શકશે. 

અરજી કરવાની ફી

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ અરજી ફી ભરવી પડશે. જેના માટે સંસ્થા દ્વારા 500 રુપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એસસી/એસટી/પીડબલ્યુબીડી/વિભાગીય ઉમેદવારો, મહિલા ઉમેદવારો અને પુર્વ સૈનિકો માટે અરજી ફી 250 રુપિયા રાખવામાં આવી છે. 

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..

ESIC ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરશો

સ્ટેપ 1. સૌથી પહેલા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ www.esic.gov.in પર જવાનું રહેશે.

સ્ટેપ 2. ત્યાર બાદ ઉમેદવારોએ હોમપેજ પર Recruitment Tab પર ક્લિક કરવું

સ્ટેપ 3. પછી ઉમેદવાર ભરતી લિંક પર ક્લિક કરો 

સ્ટેપ 4. હવે ઉમેદવારોએ અરજી પત્ર ભરવું.

સ્ટેપ 5. ત્યારબાદ ઉમેદવારોએ જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા.

સ્ટેપ 6. એ પછી ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે.

સ્ટેપ 7. તે  પછી અરજીપત્રને સબમિટ કરવાનું રહેશે.

સ્ટેપ 8.  હવે ઉમેદવારોએ આવેદન પત્ર ડાઉનલોડ કરવાનું રહેશે.

સ્ટેપ 9. છેલ્લે ઉમેદવારોએ અરજીપત્રની પ્રિન્ટ આઉટ નિકાળવાની રહેશે. 


Google NewsGoogle News