નિવૃત્ત કર્મચારીઓ માટે ESICની મોટી જાહેરાત, વધારે પગાર છતાં મળશે મેડિકલ બેનિફીટ
શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ESICની 193મી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો
image : DD NEWS |
Medical Benefit Rules: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી. હવેથી ઊંચા પગારને કારણે ESI યોજનામાંથી બહાર થઈ ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓને પણ મેડિકલ બેનિફીટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.
શ્રમ મંત્રાલયે આપી માહિતી
શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ESICની 193મી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નવી યોજના હેઠળ એવા લોકો મેડિકલ લાભો મેળવવા માટે હકદાર રહેશે જેઓ 1 એપ્રિલ, 2012 પછી ઓછામાં ઓછા 5 વર્ષ માટે આ યોજના હેઠળ કાર્યરત હતા. આ ઉપરાંત 1 એપ્રિલ, 2015 ના રોજ અથવા તે પછી રૂ. 30 હજારના પગાર સાથે નિવૃત્ત અથવા સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા.
આયુષ 2023 નીતિ પણ લાગુ કરવામાં આવશે
આ બેઠકમાં ESI હેઠળ આવરી લેવામાં આવેલા લોકોના માનસિક અને શારીરિક કલ્યાણ માટે આયુષ 2023 નીતિ લાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નીતિ તમામ ESIC કેન્દ્રોમાં લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત ESIC હોસ્પિટલોમાં પંચકર્મ, ક્ષરા સૂત્ર અને આયુષ એકમો ખોલવામાં આવશે.