Get The App

VIDEO: છતરપુરમાં વાંધાજનક ટિપ્પણી મામલે હોબાળો, પોલીસ પર પથ્થરમારામાં ત્રણને ઈજા

Updated: Aug 21st, 2024


Google News
Google News
Violent protest



Chhatarpur News: મહારાષ્ટ્રના રામગિરીમાં મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાં એકની હાલત ગંભીર છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકોનું ટોળું પોલીસ પર પથ્થરમારો કરતા દેખાઇ રહ્યું છે.

શું છે ઘટના?

હકિકતમાં, મહારાષ્ટ્રના રામગિરી મહારાજ દ્વારા ઇસ્લામ ધર્મના પયગમ્બર હઝરત મોહમ્મદ સાહેબ પર વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં છતરપુરમાં મુસ્લિમ સમાજના આગેવાનો કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોની ભીડે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી નારેબાજી કરવા લાગ્યા હતા. જો કે, બાદમાં આ વિરોધ પ્રદર્શન અચાનક હિંસક બની ગયું હતું અને કેટલાક લોકો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. પોલીસે ભડકેલી ભીડને શાંત કરવા ઘણાં પ્રયાસો કર્યા હતા, પરંતુ સ્થિતિ કાબુમાં આવી નહોતી. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.



પોલીસે 30 લોકોની અટકાયત કરી

પોલીસે હાલ આ મામલે પુછપરછ કરવા માટે 30 લોકોની અટકાયત કરી છે, જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ છે. આ ઘટનાથી છતરપુર શહેરમાં તણાવ વધ્યો છે. પોલીસે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ વધુ સુરક્ષા બળ તૈનાત કરવા માંગ કરી છે. હાલ સ્થાનિય વહીવટીતંત્ર અને પોલીસ સ્થિતિને શાંત કરવા પ્રયાસો કરી રહ્યા છે.

Tags :
Chhatarpur-violenceControversial-remarks-protestStone-pelting-on-policePolice-injuredReligious-tensionPolice-station-attackGujarat-Samachar

Google News
Google News