EPFOએ 78 લાખ પેન્શનધારકોને આપી રાહત, હવે ભટકવાની જરૂર નથી, ઘરે બેઠા ફટાફટ થઈ રહ્યું કામ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
EPFOએ 78 લાખ પેન્શનધારકોને આપી રાહત, હવે ભટકવાની જરૂર નથી, ઘરે બેઠા ફટાફટ થઈ રહ્યું કામ 1 - image


EPFO Online Life Certificate: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ પોતાના 78 લાખથી વધુ પેન્શનર્સને રાહત આપતા નિયમોમાં અનેક પ્રકારના ફેરફાર કર્યા છે. તેમાં એક સુવિધા છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે DLC છે, જેણે પેન્શન પ્રોસેસ ખૂબ જ સરળ બનાવી છે. EPFO ​​બાયોમેટ્રિક આધારિત DLC સ્વીકારે છે. તેના માટે પેન્શનધારકે કોઈ બેંક, પોસ્ટ ઓફિસ કે કોમન સર્વિસ સેન્ટરના ચક્કર નથી લગાવવા પડતા પરંતુ દર વર્ષે જીવન પ્રમાણપત્ર ઘર બેઠા જ સબ્મિટ થઈ જાય છે.

સતત વધી રહી યૂઝર્સની સંખ્યા

EPFOની આ સર્વિસનો ઉપયોગ કરનારા પેન્શનર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો 8 જૂને PIB દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2022-23માં ફેશિયલ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી પર આધારિત DLC જમા કરાવનારા પેન્શનર્સની સંખ્યા 2.1 લાખ હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં ઝડપથી વધીને 6.6 લાખ થઈ ગઈ. એટલે કે વાર્ષિક ધોરણે તેમાં ત્રણ ગણો ઉછાળો આવ્યો છે.

ઓફિસના ચક્કર લગાવવાથી મળી રાહત

Digital Life Certificateએ પેન્શનર્સને આ મોટી સુવિધા આપી છે અને પહેલા તેમણે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ઓફિસના જે ચક્કર લગાવવા પડતા હતા તેની ઝંઝટ જ ખતમ કરી નાખી છે. હવે આ મહત્વપૂર્ણ કામ ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી (FAT)ની મદદથી ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકાશે. જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં પેન્શનરોને આવતી વિવિધ સમસ્યાઓ અને સતત મળતી ફરિયાદોને કારણે EPFOએ વર્ષ 2015માં તેના પેન્શનર્સ માટે DLC સેવા પૂરી પાડી હતી.

વર્ષ 2022માં FATની સુવિધા

વૃદ્ધ પેન્શનર્સને પડતી સમસ્યાઓને કારણે વર્ષ 2022માં MeitY અને UIDAIએ ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી (FAT) વિકસાવી હતી. તેની મદદથી પેન્શનર્સ તેમના સ્માર્ટફોનની મદદથી ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તેમાં ચેહરાના સ્કેનથી પેન્શનધારકની તાત્કાલિક ઓળખ થઈ જાય છે. UIDAI ફેસ રેકગ્નિશન એપના ઉપયોગથી UIDAI આધાર ડેટાબેઝ ઓળખનું કામ કરે છે. તેની પ્રોસેસ પણ સરળ છે.

સર્વિસનો ઉપયોગ ખૂબ જ સરળ

ફેશિયલ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનમાં આધાર ફેસ આરડી  (Aadhaar Face RD) અને 'જીવન પ્રમાણ'  (Jeevan Pramaan) એપ ઈન્સ્ટોલ કરવી પડશે. ત્યારબાદ આપવામાં આવેલ દિશા-નિર્દેશોના આધાર પર ફેસ સ્કેન કરવામાં આવે છે. સ્કેનિંગ પૂર્ણ થયા બાદ જીવન પ્રમાણ આઈડી અને PPO નંબર સાથે મોબાઈલ સ્ક્રીન પર DLC સબમિશનની પુષ્ટિ થઈ જાય છે અને ઘર બેઠા જ આ કામ થઈ જાય છે. 


Google NewsGoogle News