EPFO e-Nomination : EPF એકાઉન્ટમાં નોમિની અપડેટ કરાવનારને થશે અનેક ફાયદા, જાણો આ માટેની તમામ પ્રોસેસ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના ખાતાધારકે નોમિની અપડેટ પ્રક્રિયા જલ્દીથી પુરી કરી લેવી જોઈએ

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
EPFO e-Nomination : EPF એકાઉન્ટમાં નોમિની અપડેટ કરાવનારને થશે અનેક ફાયદા, જાણો આ માટેની તમામ પ્રોસેસ 1 - image
Image EPFO

તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર 

EPFO e-Nomination : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના ખાતાધારકે નોમિની અપડેટ પ્રક્રિયા જલ્દીથી પુરી કરી લેવી જોઈએ. ખાતામાં નોમિનીનું નામ દાખલ કરેલ હશે તેવા ખાતાધારકને તેમની ગેરહાજરીમાં નોમિનીને સરળતાથી નાણા મળી રહે છે, તેથી EPFO દ્વારા સમયાંતરે ખાતાધારકોને નોમિની અપડેટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. 

EPFOમાં નોમિની હોવાથી ઘણા ફાયદા છે

જો EPFO ખાતાધારકે તેના ખાતામાં નોમિનીનું નામ દાખલ કરે છે તો તેને વિવિધ ફાયદાઓ મળે છે. EPFO ખાતાધારકનું આકસ્મિક રીતે અવસાન થઈ જાય તેવા સંજોગોમાં ખાતામાં જમા રકમ નોમિનીને સરળતાથી  મળી શકે છે. નોમિની અપડેટની પ્રક્રિયા કોઈ પણ સમાસ્યા વગર સરળતાથી ઓનલાઈન કરી શકાય છે. આ સાથે ખાતાધારકોને એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS), એમ્પ્લોયી ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ (EDLI) અને PF ઉપાડવા માટે પણ સરળતા રહે છે. આ દરેક યોજનાનો લાભ નોમિનેશન પુરી કર્યા પછી ઓનલાઈન મેળવી શકાય છે.

EPF ખાતામાં નોમિનીને આ રીતે અપડેટ કરી શકાશે

1.EPFની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. અહીં તમે For Employee નો વિકલ્પ પસંદ કરો.

2. અહીં EPFO ​​સભ્યો તેમનો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા સબમિટ કરી સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું રહેશે. 

3. ત્યાર બાદ તમે મેનેજ ટેબ પર e-Nomination ના વિકલ્પ પર ક્લિક કરો.

4. 'Family Declaration' સેક્શન પર ક્લિક કરી નોમિની સંબંધિત તમામ વિગતો દાખલ કરવાની રહેશે. જેમા નામ, ઉંમર, લિંગ વગેરે જેવી વિગતો દાખલ કરવાની રહેશે. ત્યાર બાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે.

5. નોમિની માહિતી સેવ કરવા માટે અહીં YES ના વિકલ્પ પર ક્લિક કરો.

6. જો તમે એક કરતા વધારે નોમિની દાખલ કરવા માંગતા હોવ તો તે દરેકના નામ ઉમેરી શકો છો.

7. ત્યાર બાદ  છેલ્લે તમારે 'Save EPF Nomination' ન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

8. એ પછી OTP જનરેટ કરવા માટે, તમારે 'e-sign' ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

9. ત્યાર બાદ EPFOના ખાતા સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP આવશે, તેને દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી EPF ખાતાની e-Nominationની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.


Google NewsGoogle News