EPFOમાં નવા 16.99 લાખ પગારદાર જોડાયા, જાણો ક્યા રાજ્યોમાંથી સૌથી વધારે સભ્યો લઈ રહ્યા છે લાભ

મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્નાટક, ગુજરાત અને હરિયાણામાંથી વધારે સભ્યો જોડાયા

જુલાઈ 2023 દરમ્યાન ફરી લગભગ 3.43 લાખ મહિલાઓ જોડાઈ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
EPFOમાં નવા 16.99 લાખ પગારદાર જોડાયા, જાણો ક્યા રાજ્યોમાંથી સૌથી વધારે સભ્યો લઈ રહ્યા છે લાભ 1 - image
Image EPFO 

તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર 

Investment EPFO: પગારદાર લોકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. હકીકતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઓગસ્ટ 2023માં 16.99 લાખ ઈપીએફઓ કર્મચારીઓને જોડ્યા છે. નિયમિત વેતન પર નોકરી મેળવનારોઓ વિશે શુક્રવારના રોજ જાહેર કરેલા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે.  તેનાથી એ ખ્યાલ આવે છે કે લોકોને રોજગાર મળી રહ્યો છે. PF કંપનીઓ સભ્યોના નાણાં EPFOને જમા કરવામાં આવે છે, તેના દ્વારા કર્મચારીની સારી બચત કરવાનો મોકો મળી રહ્યો છે અને પેંશન ફંડ પણ તૈયાર કરવામાં આવે છે. આવો તેના વિશે વિગતે જાણીએ. 

ઓગસ્ટ 2023માં 16.99 લાખ ઈપીએફઓ કર્મચારીઓને જોડ્યા

શ્રમ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આંકડાઓની વર્ષના આધારે તુલના કરતા 2022 ના મુકાબલે આ વર્ષે સભ્યોની સંખ્યામાં મામુલી વધારો થયો છે. મહિના દરમ્યાન 3210 વિવિધ કંપનીઓ/સંસ્થાઓએ તેમનું પહેલુ ઈસીઆર (ઈલેક્ટ્રોનિક ચલણ સાથે રિટર્ન) જમા કરી કર્મચારીઓના ઈપીએફઓની સામાજીક સુરક્ષા યોજનામાં લાવવામાં આવ્યા છે. 

18-25 વર્ષની ઉંમર ધરાવતા યુવાન નવા સભ્યોની સંખ્યા 58.36 ટકા 

આંકડા દર્શાવી રહ્યા છે કે, ઓગસ્ટ 2023 દરમ્યાન ઈપીએફઓમાં સામેલ થયેલા સભ્યોમાં 18-25 વર્ષની ઉંમર ધરાવતા યુવાનોની ભાગીદારીમાં નવા સભ્યોનું 58.36 ટકા છે. આ આંકડા દર્શાવે છે કે, પહેલીવાર નોકરી મેળવનારાઓમાં મોટાભાગના યુવાનો મોટી સંખ્યામાં સંગઠિત ક્ષેત્રમાં સામેલ થઈ રહ્યા છે. 

આંકડા પ્રમાણે દર વર્ષે 10.13 ટકાનો વધારો નોધાયો 

નિયમિત વેતન પર નોકરી મેળવતા લોકોના આંકડા દર્શાવે છે કે લગભગ 11.88 લાખ સભ્યો જે બહાર જતા રહ્યા હતા, તે ફરીથી EPFOમાં સામેલ થઈ રહ્યા છે.  આ આંકડામાં દર વર્ષે 10.13 ટકાનો વધારો નોધાયો છે. આ સભ્યોએ પોતાની નોકરી બદલી છે.

જુલાઈ 2023 દરમ્યાન ફરી લગભગ 3.43 લાખ મહિલાઓ જોડાઈ

આંકડાઓ પ્રમાણે ખ્યાલ આવી રહ્યો છે કે, છેલ્લા બે મહિનાઓમાં EPFOમાંથી બહાર નિકળતા સભ્યોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ જુલાઈ 2023 દરમ્યાન ફરી લગભગ 3.43 લાખ મહિલા સભ્યો EPFOમાં જોડાઈ છે. લગભગ 2.44 લાખ મહિલાઓ પહેલીવાર સામાજીક સુરક્ષાના દાયરામાં આવી છે.

સૌથી વધારે સભ્યો આ રાજ્યોમાંથી ઈપીએફઓમાં જોડાયા

રાજ્યો પ્રમાણે વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્નાટક, ગુજરાત અને હરિયાણામાં સૌથી વધારે માત્રામાં સભ્યો જોડાયા છે. આ રાજ્યોમાં સંયુક્ત રુપે 9.96 લાખ સભ્યો ઓગસ્ટમાં વધ્યા છે. જે કુલ નવા સભ્યોના 58.64 ટકા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આંકડાઓ અસ્થાયી છે. કારણ કે આંકડા એકત્ર કરવા એ સતત ચાલતી પ્રક્રિયા છે. 

EPFOમાં નવા 16.99 લાખ પગારદાર જોડાયા, જાણો ક્યા રાજ્યોમાંથી સૌથી વધારે સભ્યો લઈ રહ્યા છે લાભ 2 - image


Google NewsGoogle News