તમારો UAN નંબર ભૂલી ગયા છો, તો આ રીતે સરળતાથી કરી શકો છો જનરેટ, જાણો પ્રક્રિયા
વારંવાર નોકરી બદલવાથી આ 12 આંકડાનો યૂનિક નંબર બદલાતો નથી
કેટલાક સરળ સ્ટેપ ફોલો કરીને ફરી UAN નંબર મેળવી શકાય છે.
Image EPFO Web |
નોકરી કરતો દરેક વ્યક્તિ તેના પગારમાંથી એક હિસ્સો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં જમા કરાવે છે. આ પૈસા કર્મચારીની નિવૃતિ પછી મળે છે. અને તેમાં ખાતાધારકની જીંદગીની કમાણી જમા થાય છે. દરેક EPF મેમ્બરને 12 આંકડાનો એક યૂનિક આઈડી આપવામાં આવે છે. જેના થકી તે પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ જોઈ શકે છે અને ખાતુ ઓપરેટ કરી શકે છે.
એક વાત ધ્વાનમાં રહે કે વારંવાર નોકરી બદલવાથી આ 12 આંકડાનો યૂનિક નંબર બદલાતો નથી. આ નંબર તમારી પાસે હોવો જરુરી છે. કેટલીક વાર લોકો તેમનો UAN નંબર ભૂલી જવાના કારણે હેરાન થઈ જાય છે. પરંતુ આવા સમયે કેટલાક સરળ સ્ટેપ ફોલો કરીને ફરી UAN નંબર મેળવી શકો છો.
શું કામ આવે છે UAN નંબર
- ઓનલાઈન પીએફની રકમ ટ્રાન્સફર કરવા માટે UAN નંબરની જરુર પડે છે
- બેલેન્સ ચેક કરવા માટે UAN નંબરની જરુર પડે છે
- જમા રકમ ઉપાડવા માટે UAN નંબરની જરુર પડે છે
EPFO પોર્ટલ પરથી આ રીતે મેળવી શકાય છે UAN નંબર
1. EPFO પોર્ટલ પર જઈને કોઈ પણ EPFO મેમ્બર તેનો UAN નંબર સરળતાથી શોધી શકે છે
2. તેના માટે તમે https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર ક્લિક કરો.
3. તે પછી તમારે Our Services વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
4. ત્યાં For Employees ના વિકલ્પ પર ક્લિક કરો.
5. આ પછી તમારે Member UN/Online Services પર ક્લિક કરવાનું રહેશે.
6. એ પછી તમારે UAN પોર્ટલ પર ક્લિક કરવું પડશે.
7. અહીં તમારો મોબાઈલ નંબર અને પીએફ મેમ્બર આઈડી એન્ટર કરવાનું રહેશે.
8. આ પછી તમારે Get Authorization Pin ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
9. હવે અહીં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તે અહીં દાખલ કરવાનો રહેશે.
10. હવે Validate OTP પર ક્લિક કરો.
11. આટલું કર્યા પછી તમને થોડીવારમાં UN નંબર મળી જશે.